બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કર્મચારી સભા અને હિન્દ મજદુર સભા ના નેજા હેઠળ આંગણવાડી કાર્યકરોના પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે બાયો ચડાવી

trending

આંગણવાડી કાર્યકરો પાસેથી સુપરવાઇઝરો હપ્તા લેતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા બેઠક હોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો

આજરોજ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના ચડોતર ગામે આવેલી પ્રાથમિક શાળામાં આંગણવાડી કર્મચારી સભા અને હિન્દ મજદુર સભા ના નેજા હેઠળ આંગણવાડી બહેનોની એક બેઠક મળી હતી મહિલા દિવસ ના રોજ જાહેર રજા ના હોય આજે રવિવારના દિવસે મહિલા દિવસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આંગણવાડી બહેનોએ પોતાને પડતી હાલાકીને લઇને ચર્ચા વિચારણા કરી હતી.

તો બીજી તરફ આ બેઠકમાં આંગણવાડી કાર્યકરો પાસેથી સુપરવાઇઝર હપ્તા લેતી હોવાની બુમરાડ ઉઠતા બેઠક હોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો અને સમગ્ર બેઠક હોલ આક્ષેપબાજીથી ગાજી ઉઠયો હતો આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક ગણાતા પાલનપુરના ચડોતર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં આંગણવાડી કર્મચારી સભા અને હિન્દ મજદુર સભા ના નેજા હેઠળ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં આંગણવાડીઓમાં ફરજ બજાવતી આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી તો બીજી તરફ ફરજમાં પડતી મુશ્કેલીઓ તેમજ સરકાર દ્વારા વધારાની કામગીરીનો બહિષ્કાર કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

મહત્વની બાબત એ છે કે મહિલા દિવસને લઈ મળેલી આંગણવાડી બહેનોની આ બેઠકમાં આંગણવાડી બહેનોને પડતી હાલાકીને લઇને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જોકે બેઠક પૂર્ણ થયા બાદ આંગણવાડી બહેનોએ ચડોતર પ્રાથમિક શાળા બહાર જ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવી નારેબાજી કરી હતી ઉલ્લેખનીય છે કે મહિલાઓની મળેલી આ બેઠકમાં આંગણવાડી કાર્યકરો પાસેથી સુપરવાઇઝર હપ્તા લેતી હોવાના ગંભીર આક્ષેપો થતા બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર હવે સત્વરે આ દિશામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આંગણવાડી કાર્યકરો માં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

બીજી તરફ આંગણવાડી કાર્યકરોએ સુપરવાઇઝર ઉપર કડક કાર્યવાહી નહી કરવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે જોવાનું હવે એ રહે છે કે બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર અને જિલ્લા ના icds વિભાગના પ્રોગ્રામ ઓફિસર આ બાબતે કેવા પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે મળેલી આ બેઠકમાં આંગણવાડી કાર્યકરોએ સુપરવાઇઝર તેમજ સરકાર સમક્ષ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો

સરકાર આંગણવાડી બહેનો પાસેથી ગધ્ધા મજુરી બંધ કરાવે ચંપાબેન આંગણવાડી કાર્યકર પ્રમુખ

આંગણવાડી કાર્યકરો પાસેથી સરકાર ગધ્ધા મજુરી કરાવતી હોવાના ગંભીર આક્ષેપો આંગણવાડી કાર્યકર પ્રમુખ ચંપાબેને કર્યા હતા તો બીજી તરફ મીની આંગણવાડી કેન્દ્રની અંદર ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરોને સરકાર ખૂબ જ ઓછું વેતન આપે છે અને મીની આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને હેલ્પર બહેનો મળતી નથી અને બીજી તરફ સમગ્ર આંગણવાડી કેન્દ્રની બહેનો પાસેથી સુપરવાઇઝર હબ્તા લઇ રહી છે આ હપ્તાઓ લેવાના બંધ નહીં થાય તો સુપરવાઇઝરની નોકરી હવે જોખમ હોવાની ચીમકી પણ તેઓ ઉચ્ચારી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *