રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ, તા.13
હું દિલ્હી ખાતે આવેલ સીઆરપીએફ બટાલિયન સેન્ટ્રલ કમાન્ડર બોલું છું, મારે તમારા મેનેજર સાથે વાત થઈ ગઈ છે. મારે એડવાન્સ પેમેન્ટ રૂપિયા 20,000 આપવાનો હોવાથી હું તમને ઓનલાઇન પેમેન્ટ કરી આપું છું. આમ કહીને એકાઉન્ટ વેરીફાઈ કરવાના બહાને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરાવીને ગઠિયાએ રૂપિયા 11,999 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા છે.
રામોલ વિસ્તારમાં રહેતા અને આશ્રમ રોડ પર આવેલ પરોશા રેસ્ટોરન્ટમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતા પ્રતીક વર્માએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના મેનેજર એ એક ઓર્ડર મેળવ્યો હોવાથી તેનું એડવાન્સ પેમેન્ટ લેવા માટે કહ્યું હતું.
ફરિયાદી એ મેનેજર એ આપેલ મોબાઈલ નંબર પર ફોન કર્યો ત્યારે સામે વાળી વ્યક્તિ એ હું દિલ્હી ખાતે આવેલ સીઆરપીએફ બટાલિયન સેન્ટ્રલ કમાન્ડર બોલું છું, મારે તમારા મેનેજર સાથે વાત થઈ ગઈ છે. મારે એડવાન્સ પેમેન્ટ રૂપિયા 20,000 આપવાનો હોવાથી હું તમને ઓનલાઇન પેમેન્ટ કરી આપું છું તેમ કહ્યું હતું. જેના માટે એકાઉન્ટ વેરીફાઈ કરવાનું હોવાથી 10 રૂપિયાનું પેમેન્ટ કરશો તો રૂપિયા 20 જમાં થશે.કહીને પેમેન્ટ માટે ની રિકવેસ્ત મોકલી આપી હતી. જે રીકવેસ્ત એક્સેપ્ટ કરી પિન નંબર નાખતા જ ખાતા માંથી રૂપિયા 10 કપાઈ ગયા હતા. બાદમાં રૂપિયા 20 જમાં થાય હતા. ત્યારબાદ આરોપી એ રૂપિયા 11,999 માટેની પેમેન્ટ રીકવેસ્ટ મોકલી આપતા ફરિયાદી એ રીકવેસ્ત એક્સેપ્ટ કરી પિન નંબર નાખતા જ 11,999 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા.જેથી ફરિયાદીએ આરોપીને ફોન કરતા તેને બીજા રૂપિયા 8000 ની માંગણી કરી હતી. જો કે ફરિયાદીને શંકા જતા તેણે બીજા રૂપિયા જમાં કરાવ્યાના હતાં અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસએ ફરિયાદના આધારે તપાસ કરતા ઝારખંડના સજ્જાદ અંસારી નામના આરોપીને ઝડપી લીધો છે.