પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી ડો.લીના પાટીલ સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.કે.જાડેજા એલસીબી ગોધરા નાઓએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી પી.કે જાડેજા એલ સી.બી ગોધરા નાઓને ખાનગી બાતમી દારો મુજબ ચોક્કસ બાતમી આધારે ગોધરા અને હાલોલ ગુનાનો નાસતો ફરતો.
આરોપી બાબુભાઈ શનાભાઈ હઠીલા રહે માતવા તા. ગરબાડા જી.દાહોદ નાઓ હાલમા જલારામ ચોકડી પાસે ઉભેલ છે તેવી ચોક્કસ બાતમી ના આધારે શ્રી આઈ.એ. સિસોદીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સિ.બી ગોધરા સ્ટાફ ના માણસો જલારામ ચોકડી પાસે જઈ ખાનગી વોચ રાખી તપાસ હાથ ધરતા બાતમી મુજબ નો બાબુભાઈ શનાભાઈ હઠીલા ના ઓ મળી આવતા તેને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી.
હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ને સોપવાની કાર્યવાહી કરવામા આવેલ છે. પંચમહાલ જીલ્લા એલ સી બી પોલીસ સ્ટાફ ની હોળી ના દિવસો દરમિયાન વોન્ટેડ આરોપીઓને પકડવાની સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે.