ખેડબ્રહ્માની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલયમા ચાલો,જીવન મહેકાવીએ અંતર્ગત સેમિનાર યોજાયો

trending

જીવનમાં આવતી આફતોનો હિંમતપૂર્વક સામનો કરીને તેને અવસરમાં ફેરવવાની કળા પ્રાપ્ત કરે તેનું જીવન મહેકી ઉઠે. તેવા આશયથી ખેડબ્રહ્માની જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ચાલો,જીવન મહેકાવીએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાનના સંવાહક રાજેશભાઈ ધામેલિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.હતું. જીવનને મહેકતું રાખવાનાં વિવિધ સાત સોપાનો છે નિશ્ચિત લક્ષ્ય તેમજ આયોજનબદ્ધ પુરુષાર્થ, શ્રેષ્ઠ વાચન, પ્રામાણિકતા, નિષ્ફળતાનો સ્વીકાર, નિયમિતતા, મધુર વાણી અને ગુણગ્રાહી દૃષ્ટિ.

આજે માણસને ખૂબ ઝડપી સફળતા પ્રાપ્ત કરી લેવી છે. આ માટે તે શોર્ટ કટ શોધતો રહે છે, આમાં ક્યારેક સફળતા મળી પણ જાય છે. આવી રીતે મળેલી સફળતા લાંબો સમય ટકતી નથી, સ્વાગત અને પરિચય શાળાના આચાર્યશ્રી સુરેશ એસ પટેલ દ્વારા કરવામાં આવેલ. શાળાના મંત્રી શ્રી જેઠાભાઈ કે પટેલ ટ્રસ્ટીશ્રી રાજાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સુપરવાઇઝર શ્રી પ્રફુલ ભાઈ કે પટેલે આભાર દર્શન કર્યું હતું,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *