બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતથી આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સાચોર હાઇવે માંગરોળ પાસે રોયલ હોટલ ની બાજુમાં રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટર કંપનીમાં કોઈ અગમ્યકારણોસર કોડમેટમાં આગ લાગતાં અફડાતફડી સર્જાઇ હતી.
થરાદ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા થરાદ ફાયર વિભાગના ઓફિસર વિરમજી રાઠોડ સહિત કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારે કોડમેટમાં પડેલ વસ્તુઓની નુકસાન થવા પામ્યો હતો.