ઐતિહાસિક દલતેશ્વર મહાદેવ મંદિર ખાતે આમલીકી એકાદશીએ મેળો ભરાઈ છે
ફતેપુરા નજીક બટકવાડા ખાતે આમલી કી એકાદશીના દિવસે આમલી અગીયારસ નો મેળો ભરાય છે ફતેપુરા તાલુકાની નજીક રાજસ્થાન રાજ્ય આવેલ હોવાના કારણે ફતેપુરા તાલુકા ના આજુ બાજુ વિસ્તારના લોકો તેમજ રાજસ્થાન થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય છે પરંતુ કોરોના મહામારી ના કારણે છેલ્લા ત્રણ વર્ષથી મેળાઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
પરંતુ આ વખતે મેળા ચાલુ રહેતા મેળાનો આનંદ માણનારા લોકોની સંખ્યા વધુ જોવા મળશે તેવી ધારણા સેવી રહ્યા હતા પરંતુ મેળામાં પાખી હાજરી જોવા મળી રહી હતી મેળામાં આકર્ષણનું કેન્દ્ર માટીના વાસણોનું જોવા મળી રહ્યું હતું.
મોટી સંખ્યામાં લોકો માટીના વાસણો આગમી ઉનાળાની સિઝનમાં ઠંડુ પાણી પીવા માટે વાસણો ખરીદતા હોય છે ત્યારે રસ્તાઓ પર મોટી સંખ્યામાં માટલા વેચતા જોવા મળી રહ્યા હતા તો શેરડી તેમ જ રમકડાની પણ બોલબાલા જોવા મળી રહી હતી