મેઘરજ જલારામ આરોગ્ય ટ્રસ્ટનું 200 બેડ નું ભૂમિ પૂજન મોરારીબાપુ ના હસ્તે કરવામાં આવ્યુ…

Latest News

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની જલારામ આરોગ્ય હોસ્પિટલ તાલુકાના લોકો તેમજ રાજસ્થાન ના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે ત્યારે અરવલ્લી મેઘરજ ખાતે lજલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા 200 બેડની અદ્યતન આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવનાર છે.

80 કરોડોના ખર્ચે બનનાર મેમોરિયલ હોસ્પિટલનો ભૂમિ પૂજન કાર્યક્રમ કથાકાર મોરારીબાપુના હસ્તે યોજાયો હતો જેમાં જિલ્લા કલેક્ટર સહીત મોટી સંખ્યામાં આસપાસ માંથી લોકો ઉપસ્થિત રહયા હતા.મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામડાઓ તેમજ રાજસ્થાન સરહદ ઉપરના ગામડાઓને આ હોસ્પિટલ બનતા આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ મળનાર છે.

ત્યારે આજે કથાકાર મોરારીબાપુએ પણ આ હોસ્પિટલના ભૂમિ પૂજન પ્રસંગે તલ ગાજરડા ટ્રસ્ટ તરફથી 1.25 લાખનું દાન પણ આપ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *