આ પ્રસંગે એસજીવીપી ગુરુકુળના પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી સવારે 8 થી 11 કલાક દરમિયાન રંગોત્સવ કથા નો લાભ આપશે, તેમ મંદિરનાં મુખ્ય કોઠારીશ્રી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું . વડતાલ મંદિરમાં રંગોત્સવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ રંગોત્સવનો થનગનાટ પૂનમિયા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે રંગોત્સવની ફિકી ઉજવણી થઇ હતી પરંતુ ચાલુ વર્ષે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી થનાર હોવાથી તેને લગતી સંપૂર્ણ તૈયારીઓ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહી છે અત્રે મહત્વનું છે કે, રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે .
ભગવાન શ્રીહરિ , વડતાલ જ્ઞાનબાગમાં સંતો – હરિભકતો સાથે રંગે રમ્યા હતા . તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.
આ રંગોત્સવમાં ૫૦૦૦ કિલો રંગબેરંગી ગુલાલ તથા 1000 કિલો ધાણી – ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવશે. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવશે . સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવશે. અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલ વિશાળ ચોકમાં 50 * 80 નો વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે ત્રણ વિવિધ પિચકારી તથા ૨૫ ફૂટની મોટી પિચકારીથી પૂજ્ય રાકેશપ્રસાદજી મહારાજ પૂજ્ય લાલજી મહારાજ સૌરભપ્રસાદ જી તથા સંતો સંતો હરિભક્તોને કેશુડાના રંગથી તે રંગોત્સવ ઉજવશે.
આ મંદિર ના ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી – મેતપુર , શુકદેવ સ્વામી – નાર તથા અન્ય સંતો મહંતો તથા સુરત – મુંબઈ – વડોદરા – ભરૂચ – અમદાવાદ – રાજકોટ અને કાનમ વાકળ સહિત ચરોતરના ભક્તજનો ઉપસ્થિત રહેશે.એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવેલ છે. SATISH CHRISTIAN, NADIAD, KHEDA