આણંદ કલેકટર કચેરી ખાતે કેટલાક લેભાગુ તત્વો દ્વારા કલેકટર કચેરી ખાતે આવતી ગામડાની ભોળી પ્રજા પાસેથી રેશનકાર્ડ આધાર કાર્ડ તેમજ અન્ય દાખલાની કરી આપીશું તેમ કહીને નાણાકીય લૂંટ ચલાવવામાં આવતી હોય છે, જેને લઇને આણંદની વિવિધ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
વીઓ : તેમજ તેમની ઉપર કાયદેસરના પગલાં લેવાની માંગ કરવામાં આવી છે, જિલ્લા પંચાયત કલેકટર ઓફિસના કંમ્પાઉન્ડમાં સફેદ શર્ટ પેન્ટ પહેરીને પોતે વકીલ છે તેમ તેવી છાપ ઊભી કરીને જિલ્લાના અલગ અલગ જગ્યાએથી આવતી ભોળી પ્રજા પાસેથી કામ કરી આપીશું તેમ જણાવી પૈસા પડાવી લેવામાં આવતી હોવાની વાત જણાવી છે,
આગામી દિવસોમાં જો આવા લેભાગુ તત્વો પર યોગ્ય પગલાં નહીં લેવાય તો વિવિધ કોર્ટોમાં પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે