ઈડરના વીરપુર ગામની સીમમાં નવીન નિર્માણ થઈ રહેલ જવાહર નવોદય વિદ્યાલયમાં મજૂરોના મજૂરીના નીકળતા રૂપિયા લેવા બાબતે તોડફોડ થતા મામલો જાદર પોલીસ સ્ટેશને પહોંચ્યો.

Uncategorized

ઈડરના વીરપુર ગામની સીમમાં નવીન નિર્માણ પામી રહેલ જવાહર નવોદય વિદ્યાલય છેલ્લા ત્રણ વર્ષથી આકાર લઈ રહેલ છે. આ સાઈટપર કેટલાક શ્રમજીવી પરિવારો મજૂરી કરી પોતાના પેટનું પેટીયું રળી રહ્યા છે. ત્યારે આવનાર હોળીનો પર્વ આ પરિવારો માટે ખુબજ મહત્વનો પ્રસંગ માનવામાં આવેછે. ત્યારે આ હોળીના પ્રસંગે શ્રમજીવી પરિવારો પોતાના વતનમાં જવા માંગતા હોઈ જેવોએ પોતાના મહેનતની કરેલી કમાણીના રૂપિયા સંચાલકો પાસે માંગવામાં આવતા આ પરિવારોને રૂપિયા આપવા માટે જવાબદાર સંચાલકો દ્વારા ધક્કે ચડાવતા શ્રમજીવી પરિવારો અને જવાબદારો સામસામે તુતુમેમે થતા મામલો બીચકયો હતો .

અને તોડફોડના દ્રશ્યો સર્જયા હતા.ગરીબ શ્રમજીવી પરિવારોએ પોતાના હક્કના રૂપિયા લેવા માટે ફાંફા મારવાનો વાળો આવ્યો હતો.છૂટક મજૂરી કરી કારીગર વર્ગ પોતાની કરેલી મજૂરીના મહેનતાણા માટે જવાબદારો અને શ્રમજીવી પરિવારો આમને સામને આવી ગયા હતા અને નવીન નિર્માણ થઈ રહેલ જવાહર નવોદય વિદ્યાલયમાં તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા.જેની જાણ પોલીસને થતા ઈડર ડીવાયએસપી ડી.એમ.ચૌહાણ અને જાદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

સમગ્ર મામલો જાદર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.ત્યારે ગરીબ શ્રમજીવી પરિવારોની એકજ માંગ છે કે અમોને અમારી મહેનતના રૂપિયા આપી દયો હવે જોવાનુ રહ્યું કે આ ગરીબ શ્રમજીવી પરિવારોને પોતાની કરેલી મહેનતના રૂપિયા આપવામાં આવશે કે પછી કરેલી મહેનતના કમાણીના રૂપિયા માટે રઝળપાટ કરવી પડશે એતો આવનારો સમયજ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *