બનાસકાંઠા જિલ્લાનું એક એવું છે.ગામ જયાં હોળીના પર્વ તહેવારની ઉજવણીમાં છવાય છે માતમ… વધુમાં ગુજરાતી અસ્મિતા નો ખાસ અહેવાલ..

Uncategorized

હોળી નો તહેવાર સમ્રગ દેશ માં ભારે ઉત્સાહ થી મનાવવામાં આવતો હોયછે પરંતુ બનાસકાંઠા ના ડીસા તાલુકા માં આવેલ છે એક એવું ગામ જ્યાં નથી મનાવતી હોળી ,,,, આ ગામ માં હોળી નો દિવસ ફેરવાઈ જાય છે માતમ માં….આખરે કેમ..

બનાસકાંઠા ના ડીસા તાલુકા નું રામસણ ગામ ,,સમગ્ર દેશ માં જ્યાં હોળી ના દિવસે હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળી ના પર્વ ની ઉજવણી કરાય છે,,,ત્યારે ડીસા તાલુકા ના આ રામસણ ગામ માં છેલ્લા કેટલાય વરસો થી લોકો હોળી નો પર્વ ઉજવતા જ નથી,,,,આ એજ સ્થળ છે જ્યાં આજ થી 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવા માં આવતી હતી, વર્ષો પહેલાં હોળી પ્રગટાવતા જ ગામ માં ભયંકર આગ લાગી હતી,,અને તે આગ માં ગામ ના અનેક ઘરો બળી ને રાખ થઇ ગયા હતા,,તે બાદ ફરી બે વાર હોળી માનવામાં આવી.

ત્યારે ફરી ગામ માં આગ લગતા …. આમ 3-3 વાર હોલિકા દહન કરવાથી ગામ માં ભયંકર આગ લગતા ગામના વડીલો એ હોળી નહિ મનાવા નું નક્કી કરતાં વરસો થી રામસણ ગામ માં હોળી સુરક્ષા ને ધ્યાને લઇ હોળી મનવામાં નથી આવતી.

અસત્ય પર સત્ય ની જીત ના પ્રતિક સમાન હોળી ના આ પર્વ માં હોળીકા દહન નું વિશેષ મહત્વ છે,,રાજા હિરણ્યકશ્ય્પુ એ પોતાની બહેન હોળીકા ને અમર ચુન્ડલી સાથે પ્રહલાદ ને આગ માં બેસાડી પ્રહલાદ ની હત્યા કરવા નો પ્લાન ઘડ્યો,,પરંતુ આગ માં બેસતાં ની હોળીકા ની અમર ચુન્દલી પ્રહલાદ પર આવી ગઈ,,આમ પ્રહલાદ આગ થી બચી ગયો,અને તેની જગ્યા એ હોળીકા નું દહન થયું,આમ સત્ય અને અસત્ય ના આ જંગ માં સત્ય નો વિજય થતા.

આ યાદ માં દર વરસે હોળી દહન નો પર્વ દેશ ભર માં ઉજવાય છે,,,જોકે રામસણ ગામ માં સુરક્ષા ના કારણે લોકો હોળી પ્રગટાવતા જ નથી,,અને ગ્રામજનો વડલાઓ ના આ નિર્ણય ને બિરદાવે પણ છે,,,,, રામસણ ગામ ની દંત કથાની વાત કરવામાં આવે તો રાજા રજવાડાઓ ના સમય માં આ ગામ માં હોળીના દિવસે ઋષિ મુનિનું રાજા દ્રારા અપમાન કરવામાં આવતા ઋષિ મુનિએ શાર્પ આપેલ કે જયારે જયારે આ ગામ માં હોળીના તહેવાર મનાવમાં આવશે ત્યારે ત્યારે હોલિકા ની આગ પુરા ગામ મને ચપેટ માં લેશે ,,,, આ શ્ર્પ બાદ 3 વાર ગામ માં ભયંકર આગ લગતા ગામ લોકો ત્ત્યાર બાદ આજ દિન સુધી હોળી માનવતા નથી ,,,, હોળીના દિવસે ગામ લોકો પોતાના બાળકો ને ઢોઢડી ગામ માં ખજુર અને પતાસા વહેચી હોલિની ઉજવણી કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *