પાલનપુર તાલુકા પંચાયત ની સાધારણ સભામાં મલાણા ગામ નુ તળાવ ભરવાની રજૂઆત કરાઈ..

Uncategorized

પાલનપુર તાલુકા પંચાયત ખાતે પાલનપુર ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન,તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા સભ્ય શ્રીઓ ની હાજરી માં સાધારણ સભા ની મિટિંગ નું આયોજન થયું જેમા રૂપિયા ૪૬૬૬૮૧૮૮ નું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરાયું.

તેમજ કારોબારી ચેરમેન સંજય ચૌધરી એ માલાણા તળાવ માં પાણી નાખી ભરવા બાબતે ખેડૂતો એ કરેલ આંદોલન ને ટેકો આપી જલ્દી માં જલ્દી પાણી નંખાય અને બાલારામ પાસે બનેલા ચેકડેમ ની ઊંચાઈ વધારવામાં આવે એ બંને દરખાસ્ત રજુ કરતા સર્વાનુમતે આ દરખાસ્ત મંજુર કરવા માં આવી હતી.

અને સાથે જ અગાઉ ગત મિટિંગ માં કરેલ બાજોઠીયા ડેમમાંથી માટી કાઢી ઊંડો કરવાના ઠરાવ ને ધ્યાને લઇ બાજોઠીયા ડેમ ના રિસ્લ્ટીંગ માટે કામ ને સર્વે કરી કામ હાથ ધરવા તૈયારી બતાવવા બદલ જે તે વિભાગ ના તંત્ર નો આભાર માન્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *