​​​​​​​સરખેજમાં વેપારીની ડેકીમાંથી 5 લાખ ચોરી કરીને નાસી ગયેલા આરોપીની ધરપકડ

Latest News

ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રતીકને કુબેરનગર પાસેથી ઝડપી પાડી 1 લાખ રૂપિયા કબજે કર્યા.

સરખેજમાં ગત 11 માર્ચે એક વેપારી એક્ટિવાની ડેકીમાં 5 લાખ રોકડા લઈને જતા હતા તે દરમિયાન વેપારી ચા પીવા ઉભા રહ્યા હતા જેનો લાભ લઈને બાઇક પર આવેલા 2 શખ્સો એક્ટિવાની ડેકી તોડીને તેમાંથી 5 લાખ લઇને ફરાર થઈ ગયા હતા જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી છારા નગરના પ્રતીક છારાએ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રતીકને કુબેરનગર પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 1 લાખ રૂપિયા કબજે કર્યા હતા.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેને અને તેના મિત્રએ શિવકરણ રાજપુતે બાઇક પર એક્ટિવ ચાલકનો પીછો કર્યો હતો અને મોકો મળતા જ ચોરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *