જનતા રેડ કે પછી પોલીટીકલ સ્ટંટઃ ગેનીબેન જવાબ આપો દારૂની પેટી કેટલી હતી

trending

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી તેમાં 180 દારૂની પેટી હતીઃ પોલીસ ચોપડે માત્ર 50 દારુની પેટીનો કેસ થયો તો પછી બીજી 130 દારૂની પેટી કોણે લૂંટી લીધી…

દિયોદર તાલુકાના કોતરવાડા કેનાલ પર થી વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને તેમના સમર્થકો સાથે રાખી મોડીરાતે ત્રણ વાગ્યાની આસપાસ જનતા રેડ કરીને 50 પેટી દારૂ પકડવાના ચકચારી મામલે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગેનીબેન ઠાકોરની ચારેય દિશામાં વાહવાહી થઇ રહી છે ત્યારે બીજી તરફ એક કડવુ સત્ય સામે આવ્યુ છે જેમાં ગેનીબેન ઠાકોરની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. અંધારી રાતમાં ગેનીબેન ઠાકોરે બહાદુરી કરીને દારૂની 50 પેટી પકડી પાડી તે ખરેખર 180 પેટી હતી.

આ ઘટના બાદ સવાલ ઉભા થાય છેકે જો દારૂની 180 પેટી હતી તો 130 પેટી કોણે ગાયબ કરી દીધી. ગેનીબેન ઠાકોર અને તેના સમર્થકો પર અનેક સવાલ ઉભા થયા છે અને પોતાનું શક્તિપ્રદર્શન કરવા માટે ગેનીબેને પોલીટીકલ સ્ટંટ કર્યો હોવાનું કેટલાક લોકોનું માનવુ છે.


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા થોડા સમય અગાઉ દિયોદર તાલુકા કોતરવાડા કેનાલ પર થી જનતા રેડ કરી દારૂ ભરેલી ગાડી ઝડપી લેવામાં આવી હતી જેમાં આ બાબત ની જાણ દિયોદર પોલીસ ને થતા પોલીસ નો કાફલો પણ કેનાલ પર પોહચ્યો હતો જેમાં પોલીસે 2 લાખ ઉપરાંત 50 પેટી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે દારૂ ની હેરાફ્રેરી કરતો ગાડી ચાલક મનોજ રબારીને જનતા રેડમાં પિકપ ડાલા સાથે પકડી ઢોર માર મારી લૂંટી લેવાની ઘટના સામે આવી છે.


સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર જનતા રેડ કરવામાં આવી ત્યારે ગાડીમાં કુલ 180 પેટી દારૂનો જથ્થો હતો. પોલીસે જ્યારે કેસ કર્યો ત્યારે માત્ર 50 પેટની કેસ કર્યો હતો ત્યારે સવાલ એ ઉભો થયો હતો કે 130 પેટી દારૂનો જથ્થો ક્યા ગયો. દારૂના જથ્થા મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યુ હતુંકે ગાડીના ડ્રાઇવર મનોજ રબારીને મારમારવામાં આવ્યો હતો ત્યારે દારૂની પેટીઓની રીતસરની લૂંટ થઇ હતી. ડ્રાઇવરની બંધક બનાવીને લૂંટી લેવામાં આવ્યો હતો જેમાં ગેનીબેન ઠાકોરની કામગીરી પર સવાલ ઉભા થયા હતા.


દિયોદર પોલીસે દારૂ ના આરોપી મનોજની ફરિયાદ લઈ પ્રધાનજી અને બાલાજી નામના શખ્સ તેમજ અન્ય 10 લોકો સામે લૂંટ ની ફરિયાદ દાખલ કરી છે. પોલીસે લૂંટી લેવાયેલી દારૂની પેટીઓ જપ્ત કરી છે જ્યારે હજુ પણ કેટલીક દારૂની પેટી ગાયબ છે. દિયોદર તાલુકા ના કોતરવાડા કેનાલ પર થી વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને તેમના સમર્થકો સાથે રાખી જનતા રેડ કરવામાં આવી ત્યારે દારૂ ભરેલી પિકપ ગાડી ઝડપી દિયોદર પોલીસ ને સોંપવામાં આવી હતી જેમાં સમગ્ર મામલે નવો વળાંક લીધો છે જેમાં દિયોદર પોલીસે ચાલકને બંધક બનાવી લૂંટી લેવાયેલો માલ બીયોક ગામની સિમ માંથી 561 વિદેશી દારૂ બોટલ ઝડપી લેતા મામલો વધુ ઘેરાયો છે અને જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે

જો કે સમગ્ર મામલે વાવ ધારાસભ્યએ પોલીસ ઉપર હપ્તાના આક્ષેપ કરતા મામલો વધુ ઉર્ગ બન્યો હતો જેમાં આખરે પોલીસે લૂંટ માં બે આરોપી ની અટકાયત કરી સઘન પૂછ પરછ કરી હતી જેમાં પિકપ ગાડી ને પહેલા થરાદ વિસ્તાર માં રોકવામાં આવી હતી ત્યાંથી પિકપ ગાડી ના ચાલક ને અન્ય અલ્ટો ગાડી માં બેસાડી લઈ જઈ ઢોર માર માર્યો હતો જેમાં દારૂ ની ગાડી માંથી દારૂ ની પણ લૂંટ થઈ હતી. પોલીસે આરોપી ને સાથે રાખી વાવ તાલુકા ના બીયોક ગામ ની સિમ માંથી તપાસ દરમિયાન 561 બોટલ રિકવર કરી છે.

જો કે એક બાજુ જનતા રેડ પર પોલીસે દારૂ ની લૂંટ મામલે પણ તપાસ શરૂ કરતાં હવે સમગ્ર મામલો ઘેરાયો છે ત્યારે પોલીસ પણ આ સમગ્ર મામલે તપાસ ધમધમાટ શરૂ કરતાં હવે જોવાનું એ રહે છે કે પોલીસ ને આ કેસ માં શુ હાથ લાગે છે …પિકપ ગાડી માં 180 પેટી દારૂ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં હજુ 94 પેટી પોલીસ ને હાથ લાગી નથી પરંતુ આ સમગ્ર કેસ માં નવો વળાંક આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *