બોલિવુડ એક્ટ્રેસકેટરીના કૈફ હાલમાં એક્ટર વિકી કૌશલ સાથે ડેટ કરી રહી હોવાની વાતો ચાલી રહી છે. જોકે એક્ટ્રેસે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી અને ન તો કોઈને આ અંગે જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ કેટરીના કૈફનો એક જૂનો ઈન્ટવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ પોતાના લગ્ન અને બાળકો અંગેની વાતો કરતી જોવા મળી છે.
લગ્ન અંગે એક્ટ્રેસ શું વિચારે છે તો તેના પર કેટરીનાએ કહ્યું હતું કે દરેક વ્યક્તિ માટે લગ્નનો અલગ અલગ મતલબ હોય છે પરંતુ મારા માટે આ ઘણી ખાસ છે. લગ્ન કરવા જરૂરી છે. હું એ વિચારનારાઓમાં છું કે પતિ અને બાળકો તમારી લાઈફમાં ઘણા મહત્ત્વપૂર્ણ હોય છે. હું લગ્ન કરવા ઈચ્છું છું અને બાળકો પણ ઈચ્છું છું. સાથે જ તેમની સાથે ખુશ રહેવા ઈચ્છું છું.
કેટરીનાએ આ Interview પ્રેમ અંગે પણ ખુલ્લા દિલે વાત કરી હતી. એક્ટ્રેસનું મનાવું છે કે આ બધી કિસ્મતની વાત છે. કેટલાંક લોકોને તેમનો યોગ્ય પાર્ટનર મળી જાય છે તો કેટલાંકને નથી મળતો.તમારે બીજાને જોઈને ઘૃણા ન કરવી જોઈએ. તમારી પાસે શું છે તેના પર ધ્યાન આપશો તો તમારી લાઈફ જીવી શકશો.
એક્ટ્રેસેએ પણ કહ્યું હતું કે તેને પોતાની પર્સનલ લાઈફની કોઈ પણ વાત પબ્લિકલી કરવાની પસંદ નથી. થોડા વર્ષો પહેલા કેટરીના રણબીર કપૂર સાથે લીવ ઈનમાં રહેતી હતી. ફિલ્મ જગ્ગા જાસૂસ દરમિયાન પછી બંનેએ પોતાના રસ્તા અલગ કરી દીધા હતા. તેમના છૂટા પડવાનું કારણ હજુ સુધી તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી
તેમના બ્રેક અપ પછી કેટરીનાએ મુવ ઓન થવાનું નક્કી કરી લીધું હતું અને તે વિકી કૌશલ સાથે ખુશ છે. જ્યારે રણવીર હાલમાં આલિયા ભટ્ટ સાથે ડેટ કરી રહ્યો છે અને બંને પ્રેમી પંખીડાઓને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે અને આલિયા રણબીરના ઘરે પણ ઘણી વખત જોવા મળી છે. રણબીર અને આલિયા ભટ્ટ અયાન મુખર્જીની Film બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે.