રાજૌરીની એક મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ મૌલવીના ઉશ્કેરણીજનક ભાષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મૌલવીના ભાષણ સામે વાંધો ઉઠાવ્યો છે. વાયરલ વીડિયોમાં મૌલવી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને એવી ફિલ્મ કહેતા જોવા મળે છે જે બે ધર્મો વચ્ચે તણાવ વધારે છે.
આ ભાષણમાં મૌલવી કેટલીક ઉશ્કેરણીજનક વાતો પણ કહી રહ્યા છે. વાયરલ વીડિયો શુક્રવારનો જણાવવામાં આવી રહ્યો છે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ તેને પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે.
राजौरी के मौलवी साहब का कहना हैः
“यह फ़िल्म बंद होनी चाहिए… हमनें ८०० साल तुम पे हुकूमत की तुम ७० साल की हुकूमत में हमारा निशान मिटाना चाहते हो…”दोस्तों, बिलकुल इसी तरह कश्मीर से कश्मीरी हिंदुओं का नाम ओ निशान मिटा दिया गया था। pic.twitter.com/Xm2SZJuxU9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 26, 2022
મૌલવી કહે છે કે આ ફિલ્મમાં મુસ્લિમો વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે, તે તેની નિંદા કરે છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. લગભગ 40 સેકન્ડના વીડિયોમાં મૌલવી કહી રહ્યા છે, ‘આ ફિલ્મ બંધ થવી જોઈએ. અમે શાંતિ પ્રેમી લોકો છીએ. અમે આ દેશ પર આઠસો વર્ષ શાસન કર્યું છે. તમે 70 વર્ષથી રાજ કરો છો, તમે અમારી નિશાની ભૂંસવા માંગો છો, તમે ખોવાઈ જશો, પણ કલમ વાંચનારાઓ ભૂંસાઈ નહીં જાય.
આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાશ્મીરી પંડિતોના હિજરત અને અત્યાચાર પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પર વિવાદ ચાલુ છે. એક તરફ તેને લોકો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ કેટલાક લોકો તેનો વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે.