ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સંપૂર્ણ સોનાનું બનેલું હોય છે કે નહીં, જાણો શું છે સત્ય.

Latest News

ઓલિમ્પિકની ૩૩૯ સ્પર્ધાઓના પારંપારિક પદક સમારોહ માટે ઘણા અહમ બગલાવો કરવામાં આવ્યા છે. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં પદક જીતનારા ખેલાડીઓએ કોરોના વાયરસના સંક્રમણને ફેલાવતા અટકાવવા માટે આ વખતે જાતે જ પોતાના ગળામાં મેડલ નાખવા પડશે. રમતોની જેમ ઓલિમ્પિક પદકોએ પણ ઘણી લાંબી સફર કાપી છે. જાણી લો ઓલિમ્પિક પદકો અંગે, જેને જીતવાનો દરેક ખેલાડીનું સપનું હોય છે.
     
         અસલમાં ઓલિવના ફૂલોના હારથી લઈને જૂના મોબાઈલ ફોન અને વિદ્યુત ઉપકરણોની પુનરાવર્તિત ધાતુ, ઓલિમ્પિકમાં જીત મેળવનારને મળનારા મેડલોએ પણ ઘણું લાંબુ સફર કાપ્યું છે. વિદ્યુત ઉપકરણોને રિસાયકલ કરી બનેલા અને માર્બલ જેવા દેખાતા હાલમાં યોજાનારા ટોક્યો ઓલિમ્પિકના મેડલનો વ્યાસ ૮.૫ સેન્ટીમીટર હશે અને તેની પર યુનાનની દેવી નાઈકનો ફોટો બનેલો હશે. પરંતુ થોડા વર્ષો પહેલા તેને સોના, ચાંદી અને કાંસામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેને જાપાનની જનતા દ્વારા દાનમાં આપવામાં આવેલા ૭૯ હજાર ટનથી વધુ વપરાયેલા મોબાઈલ ફોન અને અન્ય નાના વિદ્યુત ઉપકરણોમાંથી કાઢવામાં આવ્યા છે.


       પ્રાચીન ઓલિમ્પિક રમતો દરમિયાન વિજેતા ખેલાડીઓનો કોટિનોસ અથવા ઓઈલના ફૂલોનો હાર આપવામાં આવતો હતો, જેને યુનાનમાં પવિત્ર પુરસ્કાર માનવામાં આવતું હતું અને આ સર્વોચ્ચ સન્માનનું સૂચક હતું. યુનાનની ખોવાઈ ગયેલી પરંપરા ઓલિમ્પિક રમતોએ ૧૮૯૬ માં એથેન્સમાં પુનઃ જન્મ લીધો હતો. પુનર્જન્મની સાથે જૂની રીતિઓની જગ્યા નવી રીતિઓએ લઈ લીધી અને મેડલ આપવાની પરંપરા શરૂ થઈ. વિજેતાઓને રજત, જ્યારે ઉપવિજેતાઓને તાંબા અથવા કાંસાના મેડલ આપવામાં આવે છે. મેડલની સામે દેવતાઓના પિતા જ્યૂસનો ફોટો બનતો હતો, જેમણે નાઈકને પકડેલો હતો. જ્યુસના સન્માનમાં રમતોનું આયોજન કરવામાં આવતું હતું.


   મેડલના પાછળના ભાગ પર એક્રોપોલિસનો ફોટો હતો. સેન્ટ લુઈ ૧૯૦૪ ની રમતોમાં પહેલી વખત સ્વર્ણ-રજત અને કાંસ્ય મેડલનો ઉપયોગ કર્યો હતો. આ મેડલ યુનાનની પૌરાણિક કથાઓના શરૂઆતના ત્રણ યુગોનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વર્ણિમ યુગ- જ્યારે વ્યક્તિ દેવતાઓ સાથે રહેતો હતો, રજત યુગ-જ્યાં જવાની સો વર્ષની રહેતી હતી અને કાંસ્ય યુગ અથવા નાયકોનો યુગ. પછી દરેક શતાબ્દીમાં મેડલની સાઈઝ, આકાર, આકૃતિ, વજનમાં બદલાવ થતો રહ્યો.


      યજમાન શહેરોને ૧૯૭૨ માં મેડલના પાછળના ભાગમાં બદલાવ કરવાની પરવાનગી આપવામાં આવી હતી, આગળના ભાગમાં ૨૦૦૪ માં એથેન્સ ઓલિમ્પિક દરમિયાન બદલાવ કરવામાં આવ્યો હતો. ૧૯૬૦ પહેલા મેડલ વિજેતાઓની છાતી પર પિનથી લગાવવામાં આવતા હતા પરંતુ હવે મેડલ વિજેતાઓના ગળામાં હારની જેમ પહેરાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે સ્વર્ણ મેડલ સંપૂર્ણ સોનામાંથી નથી બનેલો હોતો.


      સ્ટોકહોમ ખેલ ૧૯૧૨ માં અંતિમ વખત સંપૂર્ણ સોનામાંથી બનેલા મેડલ આપવામાં આવ્યા હતા. હવે મેડલને માત્ર સોનાનો ઢાળ ચઢાવવામાં આવે છે. પરંતુ પર્યાવરણની વધી રહેલી ચેલેન્જને જોતા ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં રિસાયકલ ધાતુનો વધારે ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માત્ર મેડલમાં જ ૩૦% રિસાયકલ ધાતુઓનો ઉપયોગ નથી થયો પરંતુ તેની સાથે જોડાયેલી રિબીનમાં પણ 50 ટકા રિસાયકલ પ્લાસ્ટીકની બોટલોને ઉપયોગ કરવામાં આવ્યો છે. રિયો પછી ટોક્યોના મેનેજમેન્ટે પણ આ જ સિસ્ટમ અપનાવવાનું નક્કી કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *