પાકિસ્તાની PM ઇમરાનખાને જ્યારે કાશ્મીર મામલે માગ્યો સાથ તો ચાર કદમ પીછેહટ કરી આ ઇસ્લામી દેશોએ કહ્યુ એવુ કે સાંભળી ને થશે ગર્વ…….

વિદેશ

ઈમરાન ખાનની ખુરશીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન કાશ્મીરનો મુદ્દો પણ ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં યોજાયેલી OIC કોન્ફરન્સમાં પાકિસ્તાને ‘કાશ્મીર’ મુદ્દે ઈસ્લામિક દેશોનો સહયોગ માંગ્યો હતો.

આ મુદ્દાને લઈને ઈસ્લામિક સંદેશ કેટલો ગંભીર છે તેના સંકેતો છે. કાશ્મીર મુદ્દે ‘ઈસ્લામિક ઉમ્મા’ કહેવાતા મુસ્લિમ દેશો પાછળ હટી રહ્યા છે. હકીકતમાં, આ દિવસોમાં પાકિસ્તાનમાં ઈસ્લામિક સહયોગ સંગઠનનું 48મું સત્ર ચાલી રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા અફઘાનિસ્તાન છે, પરંતુ પાકિસ્તાનની વિનંતી પર જમ્મુ-કાશ્મીર પર પણ વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કોન્ફરન્સમાં કહ્યું કે ભારતે ગેરકાયદેસર રીતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો છે. હવે તે બહારથી આવેલા લોકોને કાશ્મીરમાં વસાવીને ત્યાંની ડેમોગ્રાફી બદલી રહ્યો છે. તે યુદ્ધ અપરાધ છે પરંતુ આ માટે ભારત પર કોઈ પ્રતિબંધ નથી લગાવી રહ્યું. ઈમરાન ખાને મુસ્લિમ દેશોને કહ્યું કે તેઓ બધા એક નથી, તેથી તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. ઈમરાન ખાન જ્યારે કોન્ફરન્સમાં કાશ્મીરની ધૂન ગાઈ રહ્યા હતા ત્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સહિત અનેક દેશોના વિદેશ મંત્રીઓ તેમની વાત ચુપચાપ સાંભળી રહ્યા હતા.

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાને જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે કડક નિવેદન આપતા કહ્યું કે, ‘અમે જમ્મુ-કાશ્મીરના લોકોને અમારું સમર્થન વ્યક્ત કરીએ છીએ. જમ્મુ અને કાશ્મીરના મુદ્દાના ન્યાયપૂર્ણ સમાધાન માટે આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની અમે પ્રશંસા કરીએ છીએ. પાકિસ્તાનમાં તે સમયે જમ્મુ-કાશ્મીરને લઈને OICમાં મોટી વાતચીત ચાલી રહી હતી. તે જ સમયે, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતનું એક મોટું બિઝનેસ ડેલિગેશન શ્રીનગરમાં હતું. આ પ્રતિનિધિમંડળમાં બંને દેશોની મોટી કંપનીઓના સીઈઓ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ અંગે ચર્ચા કરવા ત્રણ દિવસની મુલાકાતે છે. તે બે દેશો ઉપરાંત હોંગકોંગનું પ્રતિનિધિમંડળ પણ રોકાણ અંગે ચર્ચા કરવા શ્રીનગરમાં હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *