ડેપ્યુટી મેયર મેરીના બેસ્ચસ્તાના અનુસાર, રાજધાની કિવથી લગભગ 50 માઇલ દૂર યુક્રેનિયન શહેર ઇવાન્કિવમાં યુવાન છોકરીઓ “ઓછા આકર્ષક” દેખાવા માટે અને રશિયન સૈનિકો દ્વારા બળાત્કારથી બચવા માટે તેમના વાળ ટૂંકા કરે છે.
ઇવાન્કિવ યુક્રેનનો એકમાત્ર એવો ભાગ નથી જ્યાંથી રેપના અહેવાલો સામે આવ્યા છે. એક ઉદાહરણમાં, એક યુક્રેનિયન મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિને ગોળી મારીને મારી નાખવામાં આવ્યાની ક્ષણો પછી રશિયન સૈનિકો દ્વારા તેણી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, જ્યારે તેનો ડરી ગયેલો ચાર વર્ષનો પુત્ર બાજુના રૂમમાં રડતો હતો.
વધુમાં, યુક્રેનની સંસદ સભ્ય લેસિયા વાસિલેન્કે દાવો કર્યો છે કે રશિયન સૈનિકોએ 10 વર્ષથી ઓછી વયની છોકરીઓ પર બળાત્કાર કર્યો હતો અને મહિલાઓના મૃતદેહને વિકૃત કર્યા હતા.
રુસો-યુક્રેન યુદ્ધ
રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર આક્રમણ કર્યું અને ત્યારથી તે દેશભરમાં હુમલાઓ કરી રહ્યું છે.
યુદ્ધમાં હજારો નાગરિકો અને સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 40 લાખ લોકો વિસ્થાપિત થયા છે.
રશિયાએ યુક્રેનના પૂર્વીય ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવા રાજધાની કિવની આસપાસના વિસ્તારોમાંથી પીછેહઠ કરી છે.
તેની પીછેહઠ પછી, તેણે બુકા અને બોરોદ્યાન્કા જેવા સ્થળોએ વિનાશનું પગેરું છોડી દીધું છે.