હાલમાં બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ ખુબ ચર્ચામાં આવી ગયા છે. યૂક્રેન પર થયેલા હુમલાના કારણે રશિયા પર પ્રતિબંધ લગાવવામાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે યૂકેની તમામ કંપનીઓને રશિયામાં રોકાણ કરવાની બાબતે એક નિર્દેશ જાહેર કર્યો હતો. હવે તેમને આ વાત પર વિપક્ષો થકી ઘેરવામાં આવી રહ્યાં છે કે તેમની પત્ની અક્ષતા મૂર્તિના ભાગેદારીવાળી ભારતીય કંપની ઈન્ફોસિસએ રશિયામાં પોતાનુ આપરેશન ચાલું કર્યું છે અને આ ઓપરેશન થકી અક્ષતાને પણ પૈસા પ્રાપ્ત થઈ રહ્યાં છે.
તેનો ફાયદો ક્યાંકને ક્યાંક સુનકને પણ થઈ રહ્યો છે અને અક્ષતા આ કમાણી પણ ટેક્સ પણ ચૂકવી નથી રહી.
અક્ષતા મૂર્તિ સેલ્ફ મેડ ટેક અરબપતિ અને ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણમૂર્તિની પુત્રી છે. અક્ષતાની માતા અને નારાયણમૂર્તિની પત્ની સુધા મૂર્તિ એક બિઝનેસવૂમન, લેખિકા અને ફિલાનથેરોપિસ્ટ હોવાની સાથે સાથે ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન પણ છે. અક્ષતાએ 2010માં પોતાનું ફેશન લેબલ અક્ષતા ડિઝાઈન્સ બનાવ્યું હતું. 2011ના વોગ પ્રોફાઈલ અનુસાર તે ભારતીય અને પશ્ચિમના ફ્યૂઝનવાળ કપડા બનાવવા દૂરના ગામોમાં આર્ટિસ્ટ સાથે કામ કરતી હતી. અક્ષતા વેંચર કેપિટલ ફર્મ કૈટામારન યૂકેની નિર્દેશક પણ છે. તેની સ્થાપના તેમણે સુનકની સાથે 2013માં કરી હતી. અક્ષતાનો જન્મ 1980માં ભારતમાં થયો હતો. 2009માં તેના લગ્ન ઋષિ સુનક સાથે થયા હતા.
ઋષિ સુનકે જણાવ્યું કે તેનું ઈન્ફોસિસથી કોઈ લેવા દેવા નથી તો બીજી તરફ અક્ષતા મૂર્તિનું કહેવું છે કે તેમની પાસે બ્રિટનની નાગરિકતા નથી, તે ભારતીયની નાગરિક છે. ભારતમાં નિયમ છે કે જો કોઈની પાસે ભારતની નાગરિકતા હશે તો તે બીજા કોઈ અન્ય દેશની નાગરિકતા રાખી શકશે નહીં, એટલે કે કોઈ વ્યક્તિ પાસે કાં તો ભારતની નાગરિકતા હોવી જોઈએ કાં તો કોઈ અન્ય દેશની. અક્ષતા મૂર્તિ પાસે બ્રિટનમાં નોન-ડોમ સ્ટેટસ છે. આ તે વ્યક્તિ પર લાગૂ હોય છે જે બ્રિટન સિવાય કોઈ અન્ય દેશમાં જન્મ થયો હોય. જો કે તેમને પોતાનું નોન-ડોમ સ્ટેટસ જાળવી રાખવા માટે 30,000 પાઉન્ડ એક વર્ષનો શુલ્ક આપવો પડશે. અક્ષતા મૂર્તિના એક પ્રવક્તાએ કહ્યું છે કે તે બ્રિટનમાં કાયદેસર રીતે બધા ટેક્સની ચૂકવણી કરે છે અને કરશે.