JNUમાં નોન-વેજ ખાવાને લઈને વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે રવિવારે સાંજે હિંસક અથડામણ થઈ હતી. અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
એબીવીપીના સભ્યોએ ડાબેરી વિંગ પર રામ નવમી પર પૂજાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો છે. આજે રામનવમીના દિવસે બપોરે 3.30 કલાકે વિદ્યાર્થીઓએ પૂજા અને હવન કર્યા હતા. વામપંથી લોકોએ ત્યાં પહોંચ્યા બાદ તેમને પૂજા કરવા ન દીધી, બાદમાં તેઓ ખાવાના વિવાદની વાત કરવા લાગ્યા.
ડાબેરી વિદ્યાર્થીઓએ એબીવીપીના વિદ્યાર્થીઓ પર તેમને માંસાહારી ખોરાક ખાવાથી રોકવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, આ મામલાની ફરિયાદ જેએનયુ પ્રશાસન અને સ્થાનિક પોલીસને આપવામાં આવી છે. જ્યારે જેએનયુ પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
જેએનયુ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ આઈસી ઘોષે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, એબીવીપીના વિદ્યાર્થીઓએ માંસાહારી ખાવાનું બંધ કરવાનો પ્રયાસ કર્યો. હોસ્ટેલના મેસ સેક્રેટરી પર પણ હુમલો થયો હતો.