૨૩જુલાઈ થી શરૂઆત થવા જઈ રહેલી ટોક્યો ઓલમ્પિકસ માં કોરોનાની થી બચાવ માટે ઘણી રીતેના ઉપાય કરવામાં આવ્યા છે. તેમાં એક રીત સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. ટોક્યો રમત માં એન્ટી સેક્સ બેડ બનાવવા માં આવ્યા છે અને તેમાં જેથી ખેલાડીઓને ઇન્ટીમેન્ટ ન થાય અને સોશ્યિલ ડિસ્ટસિંગ બન્યું રહે. આ એન્ટી સેક્સ બેડની વિષેશતા એ છે કે તે કાર્ડબોર્ડ થી બન્યા છે અને તેમને કંઈક એવી રીતે ડિજાઇન કરવામાં આવ્યા છે કે તે માત્ર એક જ વ્યક્તિ નું વજન સંભાળી શકે છે અને વધારે લોકોના બેડ પર બેસવાથી તેની તૂટવાની સંભાવના રહે છે. આનો હેતુ ખેલાડીઓ વચ્ચે સોશ્યિલ ડિસ્ટટિંગ બનાવી રાખવાનો છે.
અમેરિકાના સ્પ્રિન્ટર અને રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા પોલ ચેલિમોએ આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી છે. તેણે આ બેડની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કંઈક આવા બેડ લગાવવામાં આવશે જેને કાર્ડબોર્ડથી બનાવવામાં આવ્યા છે. તેણે એ સિવાય વધુ એક ટ્વીટમાં કહ્યું કે હવે મારે જમીન પર સૂવાની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ કેમ કે જો મારો બેડ તૂટે છે તો મારી જમીન પર સૂવાની ટ્રેનિંગ જ મારે કામ આવશે. ટોક્યો ઓલિમ્પિક્સ માટે જતી વખતે આ વસ્તુથી હજુ વધારે તણાવ વધી રહ્યો છે.આ બાબતે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે એ ખૂબ જ બાલિશતા છે. તેઓ એડલ્ટ છે અને તેઓ પોતાના નિર્ણય પોતે લઈ શકે છે અને જો તમને વાયરસથી એટલું જ જોખમ હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગાવ હતો તો આ ઓલિમ્પિક્સ કરવી જ નહોતી જોઈતી. તો બીજા એક યુઝરનું કહેવું છે કે એન્ટી સેક્સ બેડ બનાવી લીધા પરંતુ ફ્લોર અને બાથરૂમનું શું? તો કેટલાક એવા લોકો છે જેમણે આ પગલાના વખાણ પણ કર્યા છે.
આ બાબતે એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે એ ખૂબ જ બાલિશતા છે. તેઓ એડલ્ટ છે અને તેઓ પોતાના નિર્ણય પોતે લઈ શકે છે અને જો તમને વાયરસથી એટલું જ જોખમ હતું અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે લગાવ હતો તો આ ઓલિમ્પિક્સ કરવી જ નહોતી જોઈતી. તો બીજા એક યુઝરનું કહેવું છે કે એન્ટી સેક્સ બેડ બનાવી લીધા પરંતુ ફ્લોર અને બાથરૂમનું શું? તો કેટલાક એવા લોકો છે જેમણે આ પગલાના વખાણ પણ કર્યા છે.
ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ 4 કોન્ડોમ કંપનીઓ સાથે ડીલ પણ કરી હતી. આ ડીલ મુજબ આ કંપનીઓ એથલીટ્સને 1 લાખ 60 હજાર કોન્ડોમ વહેંચશે. રોયટર્સ સાથે વાતચીતમાં આયોજકોએ કહ્યું કે તે રમત ગામમાં ઉપયોગ માટે નથી પરંતુ એથલીટ્સ તેને ઘરે લઈ જઈને લોકોને બીમારીઓ બાબતે જાગૃત કરી શકે છે. કોરોનાને લઈને તમામ તૈયારીઓ છતા રમત ગામમાં રહેતા 3 એથલીટ્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ટોક્યો ઓલિમ્પિક્સના આયોજકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલા પણ શનિવારે આ આયોજનમાં ભાગ લેવા આવેલા એક અધિકારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.