બોલિવૂડ ની અભિનેત્રી શિલ્પા શેટી ના પતિ અને જાણીતો સફર બિઝનેસમેન રાજ કુંદ્રા ફરી એક વખત વિવાદ માં છે. સોમવારે રાત્રે મુંબઈ પોલીસે એમની ધરપકડ કરી હતી. એમના પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને કેટલીક એપ્લિકેશનો પર અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ ની પોલીસ ની ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આ મામલે વધારે તપાસની ધમધમાટ શરૂ કરી દીધી છે.
આ મામલે એક્ટ્રેલ અને મોડલ શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ મહારાષ્ટ્ર સાયબર સેલમાં પોતાના નિવેદન અગાઉથી જ નોંધાવી દીધા છે. એમના નિવેદનમાં રાજ કુંદ્રાનું નામ ખુલ્યું છે. મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સોફ્ટ પોર્નોગ્રાફી સાથે જોડાયેલી ફિલ્મ બનાવવા તેમજ એને અપલોડ કરવા મામલે એક કેસ નોંધ્યો હતો. તારીખ ૨૬ માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એકતા કપૂરનું પણ નિવેદન લીધું હતું. મહારાષ્ટ્ર સાયબર સેલે શર્લિન ચોપરા અને પુનમ પાંડેનું નિવેદન અગાઉથી જ નોંધી રાખ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ કુંદ્રા સામે કેસ નોંધાયો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે એની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજ કુંદ્રા સામે પોલીસ પાસે મજબુત પુરાવાઓ છે. ફરિયાદ અનુસાર આ મામલે રાજ કુંદ્રાનું નામ પહેલા શર્લિન ચોપરાએ લીધું હતું. શર્લિનનું એવું કહેવું છે કે, એને એલ્ડટ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુંદ્રા જ છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપરાને રૂ.૩૦ લાખનું પેમેન્ટ મળતું હતું. શર્લિને આ પ્રકારના કુલ ૧૫ થી ૨૦ પ્રોજેક્ટ કર્યા છે.
મુંબઈ પોલીસ કમિશનરે નિવેદન આપતા જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ રેકેટમાં રાજ કુંદ્રા મુખ્ય આરોપી છે. પોલીસ પાસે એની સામેના મજબુત પુરાવા છે. આ પછી સોમવારે એની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ રાજને કોર્ટમાં રજૂ કરશે. પોલીસે એવો દાવો કર્યો છે કે, રાજે પોતાના સંબંધી સાથે મળીને યુકે બેઝ એક કંપની બનાવી હતી. આ કંપની પોર્ન ફિલ્મ માટે કેટલાક એજન્ટને કોન્ટ્રાક્ટ આપે છે. રાજ કુંદ્રા આ પહેલા પણ બીજા વિવાદમાં અટવાય ચૂક્યા છે. આ કેસમાં હજુ આગળ તપાસ ચાલુ છે. રાજ કુંદ્રાની કંપનીએ લોકડાઉનના સમયમાં એક વેબ સિરીઝ ઓફર કર્યાની વાત પણ સામે આવી છે. પોલીસ આ મામલે પણ બીજા પાસા તપાસી રહી છે. આવનારા સમયમાં મામલો હજુ વધુ ઉઘાડો પડશે.