દરેક લોકો જાણે છે કે ખરાબ આદતો આપણા સ્વાસ્થ્ય પર નુકશાનકારક છે.. કેટલીક આદતો તો શરીર માટે ઘાતક નીવડી શકે છે. જયારે અમુક આદતો આપણે ને ધીમે ધીમે મુત્યુ તરફ ધકેલતી હોય છે. એક્સપર્ટ કહે છે કે જો આપણે આ આદતો પર ધ્યાન ન આપી એ તો ચોક્કસ થી મુત્યુ નો ભય નો ખતરો ઘટાડી શકીએ તેમ છે. ચાલો મિત્રો જાણી લઈએ શરીર પર સૌથી વધુ અસર કારક કરનારી ખરાબ આદતો અંગે અને જો તમને પણ તેની આદત હોય તો અત્યારથી છોડાવની કોશિશ જરૂર થી કરવા લાગજો.
ડૉક્ટરો કહે છે કે સૂર્યાના કિરણોના સતત સંપર્કમાં રહેવાને કારણે મેલાનોમા જેવા સ્કીન કેન્સરનો ખતરો વધી શકે છે. ખાસ કરીને ગોરી સ્કીનવાળા લોકો અને પરિવારમાં પહેલાથી કોઈને સ્કીન કેન્સરની સમસ્યા હોય તેવા લોકોએ વધારે સાવધાન અને સાવચેતી રાખવી જોઈએ. ફિટનેસ ટ્રેનિંગ સર્ટિફાઈડ અને ફ્લૂડ રનિંગના ફાઉન્ડર જેનિફર કોનરોયડ કહે છે કે વધારે ગરમ તાપમાનમાં એક્સરસાઈઝ કરવાથી હીટસ્ટ્રોકની સમસ્યા ઉદ્દભવી શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે જ્યારે આપણા શરીરનું તાપમાન વધે છે તો સ્કીનમાં વધારેલ બ્લડ સર્ક્યુલેટ થવા લાગે છે, જેનાથી માંશપેશિઓને પૂરતુ લોહી મળતું નથી. આ કારણે વ્યક્તિની ધડકનો વધી જાય છે. તેવમાં હીટસ્ટ્રોકની મુશ્કેલી વધી શકે છે.
ઘણા લોકોને સવારનો નાસ્તો કરવાની આદત હોતી નથી. શું તમે જાણો છો કે મોર્નિંગ ડાયેટ ન લેવાથી તમારા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. આવું કરવાથી તમારું વનજ, તમારા હોર્મોન્સ, મેમરી, હ્યુમર અને મૂડ પર ઘણી ખરાબ અસર પડે છે. સવારનો નાસ્તો ન કરવાથી મેટાબોલિઝમ સુસ્ત થવા લાગે છે, જે વ્યક્તિના વજન વધવાનું જોખમ બની શકે છે.એક્સપર્ટ રાતના ડિનરમાં વધારે ખાવાથી પણ સચેત કરે છે. યેલ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર જોન મોર્ટન કહે છે કે આપણે ડિનરમાં ઓછું જમવું જોઈએ. જ્યારે બ્રેકફાસ્ટ અને લંચ હંમેશા હેવી હોવું જોઈએ. રાતના વધારે ખાવાથી શરીરને વધારે કેલરી મળે છે વળી રાતે કોઈ પ્રકારનું હલનચલન વધારે ન હોવાથી તેને પચાવવું પણ અઘરું થઈ જાય છે.
એક્સપર્ટ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના દાંતના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવો જોઈએ. આ ન માત્ર તમારી સુંદરતાને ગ્રહણ લગાડી શકે છે પરંતુ મોંની દુર્ગંધ અને મસૂડોના દર્દનું કારણ બની શકે છે. આ સિવાય તે જડબું, ગળા અને માથાના દુખાવાને પણ વધારી શકે છે.પેન કિલર્સ એટલે કે દુખાવામાં રાહત આપતી દવાઓ પણ ખુબ જ ઓછા પ્રમાણ માં વાપરવી જોઈએ. તેનો લાંબા સમયનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. પેન કિલર્સ સતત લેવાથી અલ્સર, ગેસ્ટ્રોઈન્ટસ્ટાઈનલથી લોહી, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેકની સંભાવના વધી જાય છે. આથી આવી દવાઓ ના છૂટકે જ લેવી જોઈએ.જો તમને ડૉક્ટરે કોઈ ખાસ ડાયટેને ફોલો કરવાનું કહ્યું છે તો તેને અનુસરવું જોઈએ. જેમ કે દિલની બીમારી માટે ડૉ.એ ઓછું મીઠું ખાવાનું કીધું છે તો તમારા ડાયેટમાં મીઠાનું પ્રમાણ ઓછું જ હોવું જોઈએ. નહીં તો તમને ઘણું ભારે પડી શકે છે.
કોવિડ-૧૯ વેક્સીન લેવી દરેક માટે ફરજિયાત બની ગઈ છે તેમ છત્તાં અમુક લોકો હજુ પણ એવા છે જેઓ વેક્સીન નથી લઈ રહ્યા. અને કોરોનાના નવા નવા વેરિયન્ટની સામે તમને વેક્સીન જ રક્ષણ આપી શકે તેમ છે. ઓછી અથવા અપર્યાપ્ત માત્રામાં ઊંઘ લેવાથી તમારું ધ્યાન કોઈ પણ વસ્તુમાં ઓછું થઈ જાય છે. સ્વભાવ ચિડીયો થઈ જાય છે. ડિપ્રેશન વધી શકે છે. સ્ટ્રેસ હોર્મોનમાં વૃદ્ધિ થવાથી વજન પણ વધે છે. તે સિવાય તમારી સ્કીન પર પણ તેની અસર થાય છે, સાથે હાઈ બીપીની પણ સમસ્યા થઈ શકે છે. રોજ ઓછામાં ઓછા ૭ -૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. હાર્ટ ડિસીઝ અને કેન્સરથી થયેલી ૩૦% મોત માટે સ્મોકિંગ જવાબદાર છે. એટલું જ નહીં ૮૦-૯૦ % લોકોને ફેફસાનું કેન્સર સ્મોકિંગના વ્યસન ના કારણે જ થાય છે. સિગરેટ અથવા બીડી પીવાથી મોઢાંનું, ગળાનું અથવા બ્લડર કેન્સર પણ થઈ શકે છે. તેને છોડવાની સાથે જ તેના ફાયદા તમને દેખાવાન શરૂ થઈ જશે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.