આ વાત કચ્છ ના અંજાર શહેર માં આવેલી એક સમાધિ ની છે. વાત જોવા જઈએ તો એમ છે કે ત્યાં આવેલી જેસલ અને તોરલ સમાધિ દર વર્ષે એક ચોખા ના દાણા જેટલી નજીક આવે છે. આ બંને સમાધિ ભેગી થઇ જશે ત્યારે દુનિયા નો નાશ થઇ જશે. આખી દુનિયા માં અફરાતફરી મચી જશે.
તમે જેસલ તોરલ નો ઇતિહાસ ન જાણતા હોવ તો જાણી લો તે સમયે જેસલ જાડેજા નું બહુ મોટું નામ હતું તેમનું નામ સાંભરી ને કોઈ આવાજ નહોતું કરતુ. એક કહેવત છે કે કચ્છ ની ધરતી નો કારુડો નાગ એટલે જેસલ જાડેજા એક સમયે ભાભી ના કહેવા પ્રમાણે જે કહ્યું તે કરી બતાવ્યું હતું. સૌરાષ્ટ્ર માં એક સંત ને ત્યાં ભજન ચાલતા હતા તે સંત ની પાસે એક ઘોડી હતી તે ઘોડી વાત જેસલ જાડેજા ના કાને પડી તે દિવસે તેને તે ઘોડી મેરવી લેવાનો સંકલ્પ કરી લીધો. ત્યારબાદ તે ઘોડી પાસે પોહોચી ગયો તો ઘોડી સીલો તોડી ભાગી તો રખેવાર આવી ગયો ને ઘોડી ને પકડી ને ફરીથી સીલો બેસાડી ઘોડી બાંધી તે સમયે જેસલ ત્યાં જ સંતાયેલ હતો તે સીલો તેના હાથ ની આરપાર જતો રહ્યો.
તે સમયે ત્યાં ચાલતી ભજન મંડરી પુરી થઇ ને સૌ ને પ્રસાદ વહેંચાયો ત્યારે એક વ્યક્તિની પ્રસાદી વધી તેની શોધ ખોર ચાલુ થઇ ગઈ. પછી ઘોડી બહુ જ શોર મચાવતી હતી માટે રખેવાર ને એમ થયું કે ત્યાં કોઈ છે ને જઈને જોયું તો ત્યાં જેસલ પછી તે જેસલ ને સંત જોડે લઇ ગયો સંતે પૂછ્યું કે તું કોણ જેસલે કહ્યું હું બહારવટિયો છું તમારી ઘોડી લેવા આવ્યો છું સંતે તેના હાથ સામે જોયું અને તેની આ વીરતા જોઈને તેને તે ઘોડી આપી દીધી અને સાથે તોરલ પણ આપી દીધી હતી.
બંને કચ્છ જવા નીકર્યા ત્યારે વચ્ચે દરિયો આવતા તે નાવડા માં બેસી ગયા આગળ જતા બહુ જ મોજા ઉછરવા લાગ્યા તો જેસલ ઘભરવા લાગ્યો પણ તોરણ થોડી પણ નહોતી ડગમગી તેની આ ખુમારી જોઈ ને તે ચરણો માં પડી ગયો.તેના આગર આ શૂરવીરતા પણ નાની લગતી હતી. ત્યારબાદ તેના જીવન માં બદલાવ આવી ગયો. આ સમાધિ વિષે લોકોનું કહેવું એમ છે કે જયારે બંને સમાધિઓ ભેગી થશે ત્યારે વિશ્વ વિનાશ તરફ હશે. જેસલ અને તોરલ ની સમાધિ એ લોકો દેશ અને વિદેશથી પણ દર્શનાર્થે આવે છે. અને હા ત્યાં તોરલ ની ઘોડી ની પણ સમાધિ આવેલી છે.