કતારગામમાં રૂમમાં ફસાયેલા 2 બાળકો ને ફાયર બ્રિગેડે દરવાજો તોડીને બહાર કાઢ્યા – જાણો શું થયું હતું

Latest News

શહેરમાં આવી બે ઘટનાઓ સામે આવી છે જેમાં બાળકો રૂમનો દરવાજો બંધ થતાં અંદર ફસાઈ ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો ખૂબ પ્રયત્નો કરવા છતાં દરવાજો ખોલવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

કતારગામ પ્રભુનગર વિભાગ બે બ્લોક નંબર 59ના બીજા માળે રહેતા ભૈરવભાઈ અને તેમના પત્ની કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તેઓ તેમના 1 વર્ષના પુત્ર મોહિત અને 7 મહિનાના ચિરાગને ઘરે છોડી ગયા હતા. ઘરે પરત આવ્યા બાદ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકો રૂમમાં હતા. ઘણા પ્રયત્નો બાદ પણ દરવાજો ન ખૂલતાં ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.

સવારે 11:02 કલાકે માહિતી મળતા કતારગામ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર દિનુ પટેલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દરવાજો તોડીને બંને બાળકોને બહાર કાઢ્યા હતા. ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું કે બાળકે અંદરથી દરવાજો બંધ કરી દીધો, પરંતુ તે દરવાજો ખોલી શક્યો નહીં. માતા-પિતા ઘરે પરત ફર્યા તો દરવાજો બંધ હતો.

તેઓએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ અસફળ પડોશીઓ પણ ભેગા થઈ ગયા. અંદરથી બાળકો ચીસો પાડી રહ્યા હતા. આ પછી ફાયરના જવાનોએ હેલિગનની મદદથી દરવાજો તોડી બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ભેસ્તાનમાં રૂમમાં ફસાયેલી 5 વર્ષની બાળકીને બહાર કાઢી. બીજી તરફ ભેસ્તાન ફાયર સ્ટેશનની સામે પ્રગતિનગરના મકાન નંબર-14માં સવારે 11:17 વાગ્યે 5 વર્ષની સવાણી મોરેએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ઘણા પ્રયત્નો બાદ પણ જ્યારે માતા-પિતા દરવાજો ખોલી શક્યા ન હતા ત્યારે તેઓએ ભેસ્તાન ફાયર સ્ટેશનને જાણ કરી હતી. આ પછી ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડીને બાળકીને બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *