શું એક સરકારી કર્મચારી ની એટલી હેસિયત હોય શકે કે તે પોતાના ઘરમાં સોના નું ટોયલેટ ઉપયોગ કેઈ શકે ? તમે આ વાત સાંભળી ને ચોકી ગયા હશો, પરંતુ એમ હકીકત માં થયું છે રશિયામાં. અહીં એક પોલીસ ભષ્ટચારી અને લોન્ચ ના આરોપ માં ધરપકડ કરવામાં આવી છે અને હવે જ્યારે તેના ઘર ની તપાસ કરવામાં આવી તો તપાસ અધિકારીઓને આંખો ફાટી ગઈ. તપાસ ટીમ જયારે આરોપી ના ઘરે છાપેમારી કરી તો તેની હવેલી, ભવ્ય રૂમ , અસાધારણ સજાવટ અને અહીં સુધી કે સોનાના ટોયલેટ જોઈને ટીમ હેરાન થઇ ગઈ છે.
પછી અધિકારીઓએ ભ્રષ્ટ્રાચારથી મેળવેલી બધી સંપત્તિઓની ફૂટેજ જાહેર કરી. રશિયન તપાસ સમિતિ દ્વારા દક્ષિણી ક્ષેત્ર સ્ટાવરોપોલમાં ભ્રષ્ટાચારના કેસમાં પોલીસ અધિકારી એલેક્સી સફોનોવ અને 6 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોને એક ગુનાહિત ગેંગની પરમિટ જાહેર કરવાના બદલે પૈસા લેવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ સફોનોવની હવેલી પર જ્યારે છાપેમારી કરી તો સોનાના ટોયલેટ સહિત ઘણી કિંમતી વસ્તુ મળી. ઘરની સજાવટ એવી હતી કે લાગતું હતું કે જાણે કોઈ રાજાની હવેલી હોય.
સ્કાઈ ન્યૂઝના રિપોર્ટ મુજબ એલેક્સી સફોનોવ પર ગુનાહિત ગેંગને લાંચના બદલે અનાજ, કાર્ગો ટ્રાન્સપોર્ટ પરમિટ જાહેર કર્યા હતા. પરમિટના કારણે ટ્રાન્સપોર્ટર સરળતાથી પોલીસ ચોકીઓ પાર કરી ગયા અને તેમની કોઈ ચેકિંગ પણ ન થઈ. રશિયન તપાસ સમિતિ, જે મોટા પ્રમાણ પર અમેરિકાની FBI બરાબર છે. તેણે કહ્યું કે અધિકારી અને તેની સાથે ધરપકડ કરવામાં આવેલા અન્ય લોકોને 19 મિલિયન રૂબલ એટલે કે 1,91,77,266 રૂપિયાની લાંચ મળી હતી.
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં એક પૂર્વ વરિષ્ઠ ટ્રાફિક અધિકારી, એક ટ્રાફિક નિરીક્ષક અને 4 નાગરિક સામેલ હતા. દેશની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી યુનાઈટેડ રશિયાના એક વરિષ્ઠ રાજનેતા અલેકઝેન્ડર ખિન્શેટીને કહ્યું કે 35થી વધારે ટ્રાફિક પોલીસ અધિકારીઓને એક મોટા ઓપરેશન હેઠળ કસ્ટડીમાં લાવેમાં આવ્યા હતા. તપાસ માટે આરોપીઓની લગભગ 80 સંપત્તિઓ પર છાપેમારી કરવામાં આવી, જેમાં મોટા પ્રમણમાં રોકડ, મોંઘી કારો અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે.