ગુજરાતની દીકરી એ અધધ ૧૫ હઝાર ફૂટ ઊંચાઈથી કૂદકો મારી રેકોર્ડ સર્જ્યો.

Latest News

સ્કાયડાઇવિંગ એટલે જીવ સટોસટ ના ખેલ હોય છે. કાચા- પોચા લોકોને ખુબ ડર લાગે છે પરંતુ ૨૮ વર્ષીય એક યુવતીએ સ્કાય ડાઇવિંગ માં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. ગુજરાત ની પથમ અને દેશ ની ચોથી સ્કાય ડ્રાઈવર બની છે.ગુજરાતની સાહસિક યુવતી શ્વેતા વડોદરાની વતની છે. તેણીએ ૧૫ હજાર ફુટની ઉંચાઇએ સ્કાય ડાઇવિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. તેણીએ આકાશમાંથી કૂદકો મારવાના સાહસની શરૂઆત ૨૦૧૬ માં કરી હતી. શ્વેતા હવામાં ઉડવાની અને જંપ મારવાનો અભ્યાસ કરેલો હતો . ૧૫ હજાર ફુટની ઉંચાઇએથી સ્કાયડાઇવિંગ કરી શ્વેતાએ દેશમાં પણ અનોખો રેકોર્ડ કર્યો છે.


શ્વેતાએ કહ્યું છે કે તેણીએ ૧૫ હજાર ફુટની ઉંચાઇએથી ડાઇવિંગ કર્યું છે અને હવે માટે ઇચ્છા ૧૭ હજાર ફુટની ઉંચાઇથી ડાઇવિંગ કરવાની છે. હું આકાશમાંથી ૨૦૦ જંપ મારવાનું કાર્ય નહીં કરૂં ત્યાં સુધી મારૂં સ્વપ્ન અધુરૂં રહેશે. મને જો સરકાર પરવાનગી આપે તો મારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સ્કાય ડાઇવિંગ કરવું છે.ગુજરાતમાં સાહસિક મહિલાઓ ઘણી છે. સ્પોટ્ર્સ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવ્યા પછી આ યુવતીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રકક્ષાએ સ્પર્ધામાં ભાગ લે છે. જાપાનના ટોક્યોમાં યોજાઇ રહેલા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં પ્રથમ વખત ગુજરાતમાંથી છ સ્પર્ધક ભાગ લઇ રહ્યાં છે. મહત્વની બાબત એવી છે કે આ તમામ સ્પર્ધક મહિલા ખેલાડીઓ છે. અંદાજે ૬૦ વર્ષના સમયગાળામાં ગુજરાતમાંથી પ્રથમ વખત કોઇ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લઇ રહ્યું છે.


૧૯૬૦ માં રોમ ઓલિમ્પિકમાં હોકીના ખેલાડી તરીકે ગુજરાતના ગોવિંદરાવ સાવંતે પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પહેલાં 1936ના ઓલિમ્પિકમાં શંકર રાવ થોરાટ એ વેસ્ટલિંગમાં ભાગ લીધો હતો. તે ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના પટેલ મૂળ અમદાવાદની વતની છે. તેઓ ૧૦૦ મીટક બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇડ થનારી દેશની પ્રથમ અને ત્રીજી ભારતીય મહિલા છે.


માના પટેલે સ્વિમિંગમાં અત્યાર સુધીમાં ૮૦ થી વધુ મેડલ મેળવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય કક્ષાના ૨૫ , રાજ્યકક્ષાના ૮૨ અને રાષ્ટ્રીય કક્ષાના ૭૨ મેડલ છે. માના પટેલ ગુજરાત વિદ્યાપીઠમાંથી તાલીમ લઇ ચૂકી છે. ટોક્યો ઓલિમ્પિકમાં માના પટેલ (સ્વિમિર) સાથે પારૂલ પરમાર (પેરા બેડમિંગ્ટન), ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ), સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ), અંકિતા રૈના (ટેનિસ), ઇલાવેનીલ વલારીવન (શૂટીંગ)માં ભાગ લેનારી ગુજરાતની મહિલાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *