ગુજરાત ના આ મંદિર માં થાય છે મુસ્લિમ દેવી ની પૂજા

History

આપણા દેશ માં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમનું અસ્તિત્વ સદીયોંકાળ થી છે આપણા દેશ જેટલા મંદિર છે તેમની કોઈક ખાસ વિશેષઠતા જોવા મળે છે હિન્દૂ ધર્મ માં મંદિર ને એક ખાસ મહત્વ આપવામાં આવ્યું છે તે લાખો લોકોનું આસ્થા નું કેન્દ્ર હોય છે ભારત એક એવો દેશ છે જ્યો આધ્યામિકતા દરેક જગ્યાએ જોવા મળે છે ભારત માં અલગ અલગ ધર્મ જતી ના લોકો હરિમળી ને પ્રેમ થી રહે છે અને ભારત માં અલગ અલગ ધર્મ જોવા મળે છે બધા લોકો પોત પોતાના ધર્મ નું પાલન કરતા જોવા મળે છે.

ભારત એક એવો દેશ છે જ્યાં બાળપણ થી શીખવાડવામાં આવે છે કે બધા લોકો એ સાથે મળી ને રહેવું જોઈએ અને પોતાના ધર્મ ની સાથે બીજા ધર્મ નો પણ આદર કરવો જોઈએ આજે હું તમને એવા મંદિર વિષે જાણકારી આપીશ જ્યાં હિન્દૂ મંદિર માં મુસ્લિમ દેવીની પૂજા થાય છે.

જોવામાં આવેતો ગુજરાત પોતાની આગવી ભૌગોલિકતા માટે પ્રસિદ્ધ છે તે સાથે સાથે હિન્દૂ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આજે હું તમને એવા હિન્દૂ મંદિર વિષે બતાવીશ જ્યાં મુસ્લિમ મહિલાની પૂજા કરવામાં આવે છે આ મંદિર આવ્યું છે ગુજરાતના ઝુલાસન ગામે આવેલું છે આ મંદિર નું નામ ઢોલા મંદિર છે જ્યાં એક મુસ્લિમ દેવી ની પૂજા કરવામાં આવે છે આ મંદિર ઘણા વર્ષો જૂનું હોય તેવું માનવામાં આવે છે અહીં મોટી સંખ્યા માં ભક્તો આવે છે અને આ મુસ્લિમ દેવી તે દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે આચાર્ય ની વાત એ છે કે આ ગામે એક પણ મુસ્લિમ ઘર આવેલું નથી અહીંના સ્થાનિકો એવું કહેવું છે કે ઢોલ દેવી ગામ પર આવતી આફતોનો સામનો કરે છે ગામ ના લોકોનું રક્ષણ કરે છે.

ઢોલ નામની મુસ્લિમ યુવતી આ ગામે રહેતી હતી વષો પહેલા અવાર નવાર આ લૂંટારુ દારા આ ગામા માં લૂંટ કરવામાં આવતી હતી એક વખત આ યુવતીએ હિંમત થી સામનો કરે છે અને તેનું અંત માં તેનું મુત્યુ થાય છે ત્યાર પછી ફરી એકવાર લૂંટારુ લૂંટ ના ઇરાદે ગામે આવવાની કોશિશ કરે છે પણ તે ગામમાં આવી શકતા નથી તે બધા અંધ થઇ જાય છે સ્થાનિકોનું એવું માનવું છે કે પાછલા ઘણા વર્ષો થી ઠોલા દેવી ગામના લોકોની રક્ષા કરે છે તેટલા માટે ગામના લોકોએ તે જગ્યા પર ઢોલા માતાનું મંદિર બનાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *