જે પરિવાર પર તકલીફો આવતી હોય છે. તેમના પર ખોબલે ને ખોબલે અવારનવાર તકલીફ આવતી હોય છે. આજે તમને એવા જ વ્યક્તિ વિષે જણાવીશું કે જેનાથી તમારી આંખો ભરાઈ જશે. એક વ્યક્તિ છે તેમના પરિવાર માં તે પોતે અને તેમના ત્રણ બાળકો છે. ત્રણે બાળકો માં વિનાના થઇ જાય છે કહેવાય છે ને માં વિના સુનો સંસાર તેવી જ આ ઘટના છે. આ ત્રણે બાળકોની માતા એક વર્ષ પહેલા હરિશરણ થઇ જાય છે. તેમનું મૃત્યુ એટેક આવવાને કારણે થયું હતું તે પહેલા તેમને લીવર માં ગાંઠ હતી. આ પરિવારને તેમની દવા પાછળ મહિને ૪૦૦૦૦ આસપાસ ખર્ચ થતો હતો. તે બહુ જ કંટારી ગયા હતા તેથી ગભરામણ આવ્યું ને પછી એટેક આવતા મુર્ત્યું પામ્યા હતા.
સાંભર્યું હશે કે ભગવાન રૂઠે તો કોઈ ના નહીં તેવું જ આ પરિવાર જોડે બન્યું. એ ત્રણ બાળકો ની માતા ના મૃત્યુ એક મહિના પછી તેમના દાદી નું મુર્ત્યું થાય છે. તમે જ વિચારો કે બાળકો ના પિતા કેવી રીતે સાચવતા હશે તેમના બાળકો ને તેઓ બપોરે સુધી નોકરી જાય છે. આવીને બાળકો માટે જમવાનું ને ઘરકામ કરે છે. તેમના માટે આ બહુ મુશ્કેલ ભર્યો સમય છે.
તે વ્યક્તિ નું નામ છે પરેશભાઈ તેઓ હાલ બાળકોના માતા-પિતા બંનેનું ફરજ નિભાવે છે. આ બાળકો નો સહારો કરવાવાળા એક માત્ર તેમના પિતા છે. તેમની કમાણી છ હજાર આસપાસ છે. તેમાંથી આ બધું પૂરું કરવું પડે છે. ઘરકામ, રાંધવાનું અને છોકરાને સાચવાવાના આબધુ એકલા હાથે કરવું પડે છે. તે ભાઈ નોકરી જાય ત્યારે ઘર ને બહારથી તારું મારી ને જાય છે ને બાળકો અંદર ટીવી જોવે રમે આવું હોય તો કોનો જીવ ઘરે ના હોય એવું તેમનું પણ છે.
એક વ્યક્તિ તેમને મળવા જાય છે તમને તે સમયે તેમની દીકરી ની તબિયત ખરાબ હોય છે તે સમયે તેઓ તેને સારવાર અર્થે લઇ જાય છે. બીજું કે બાળકો ને ભણવા માટે એક મોબાઈલ ની જરૂર હતી તે પણ લઇ આપ્યો જેથી બાળકો ભણી શકે. તમારી આસપાસ કોઈ પરિવારને આવી તકલીફ હોય તો તેને મદદરૂપ થાજો જેથી તે પરિવારની ફક્ત જરૂરિયાત પુરી થાય તો પણ તમને સારા એવા આશીર્વાદ મળશે. હે પ્રભુ દુશ્મનના ઘરે પણ આવું દુઃખ ના આપતા.