દિલ્હી માં આમ આદમી પાર્ટી સરકારે રાજ્ય ની સરકારી સ્કૂલ ને મોડેલ તથા અત્યન્ત આધુનિક સ્કૂલ બનાવી મતદારો ને મનાવ્યા હતા. આ જ અભિગમ પર ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ ને તેજ થી આગળ વધારી રહી છે. આ અભિયાન અંતર્ગત ૨૦,૦૦૦ જેટલી શાળાઓને આવરી લેવાશે. કુલ ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળા અને ૫૦૦૦ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સમાવેશ કરવામાં આવ્યો છે.
આ માટે હવે ગુજરાત સરકાર પણ આગળ આવી રહી છે. વર્લ્ડ બેંક ની મદદ થી શરૂ થનારા આ પ્રોજેક્ટ ને માનવામાં આવે છે. ગુજરાત સરકાર એ વર્ષ ૨૦૨૦-૨૧ ના બજેટ દરમિયાન મિશન અંતર્ગત રાજ્ય ની ૨૦૦૦૦ જેટલી શાળાઓને આવરી લેવા માટે નિર્ણય કર્યો છે. માળખાકીય સુવિધા પૂરતા પ્રમાણ માં મળી રહશે. આ સાથે વર્ગખંડ, સ્માર્ટ ક્લાસ , અધતન કોમ્પ્યુટર લેબ, ફિટ ઇન્ડિયા અંતર્ગત રમત-ગમત ના સાધોનો જેવા અનેક પાસાઓ પર શિક્ષણ નો વિકાસ પામશે.
ગુણવત્તાયુક્ત અને પરિણામલક્ષી શિક્ષણ આપવામાં આવશે. આ માટે રાજ્યના શિક્ષણ વિભાગમાં જુદા જુદા વિષય માટે બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શિક્ષણ વિભાગના સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, આવનારા દિવસોમાં રાજ્યની ઘણી સ્કૂલ ને મોડેલ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનો પ્લાન છે. જેમાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે ખાસ નિવાસી શાળાઓ શરૂ કરાશે. મિશન સ્કૂલ અભિયાન અંતર્ગત ૩૦૦ થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળા તથા રાજ્યના તમામ જિલ્લાઓમાં-તાલુકાઓમાં ઓછામાં ઓછી એક આવી શાળા હશે. આ માપદંડ હેઠળ રાજ્યની કુલ છ હાજર જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે.
પ્રાથમિક શાળામાં ૨૦ટકા જેટલી શાળાઓમાં ૫૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે બીજા તબક્કામાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ધરાવતી ૯૦૦૦ સરકારી શાળાઓને આ મિશન અંતર્ગત પસંદ કરવામાં આવી છે. જેમાં ૧૭ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. મિશન સાથે ત્રૅત્રીસ હાજર જેટલા મોટા વર્ગખંડની જરૂરિયાતને પહોંચી વળાશે. આ કામ ત્રણ વર્ષમાં પૂરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે રૂ.૫૦૦ મિલિયન ડૉલરનું ફંડ આપવાની ખાતરી આપી છે. ઈન્ફ્રા. ઈન્વેસ્ટમેન્ટ બેંક સાથે ૨૫૦ મિલિયન ડૉલરનું ભંડોળ મેળવવા ચર્ચા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર દેશમાં શાળાકીય શિક્ષણને ખુબ સારું બનાવવા માટે ભારતનો આ પહેલો એજ્યુકેશન પ્રોજેક્ટ છે. જેનો લાભ આવનારા છ વર્ષમાં દેશના ૧ કરોડથી વધારે વિદ્યાર્થીઓ આપણે ને મળી રહેશે.