દુનિયાભર માં શિવ ના અસંખ્ય ભક્તો છે ભગવાન શિવ દુનિયા ના કણ કણ માં હોય છે શિવ ની પૂજા અર્ચના કરવા માટે સાવન મહિનો સૌથી સારો ગણાય છે તેટલા માટે ભગવાન શિવ ને પ્રસ્નદ કરવા માટે શિવ ના ભક્તો શ્રવણ મહિના માં શિવ પૂજા ઉપાસના કરે છે અને ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર મહેરબાન થાય છે શિવ ની પૂજા દરેક ઘર માં કરવામાં આવે છે એટલા માટે ભગવાન શિવ ના ફોટા મૂર્તિ અને શિવલિંગ ઘર માં રાખવામાં આવે છે પણ તમે એક વાત નહીં જાણતા હોય કે ભગવાન શિવ નું મૂર્તિ અને શિવલિંગ ઘર માં રાખવાના કેટલાક નિયમ આપણા શાસ્ત્રો માં બતવામાં આવ્યા છે જેનું પાલન યોગ્ય રીતે થાય તો જ શિવજી ની કૃપા તમારી ઉપર થશે.
શિવલિંગ ઘણા બધા પ્રકારના આવે છે તેમાં માટી પથ્થર કાચ પીતર પારસ સ્પટિક વગેરે પ્રકારના આવે છે તેમાં થી પીતર પારસ સ્પટિક ના શિવલિંગ સૌથી સાળા માનવામાં આવે છે નર્મદે શિવલિંગ જે નર્મદા નદી માંથી મળી આવે છે તે ને ઘર માં રાખવા શુભ માનવામાં આવે છે શિવલિંગ ગમેતે ધાતુ ના બન્યા હોય પણ તેની ઊંચાઈ ત્રણ ઇંચ થી વધારે ન હોવી જોઈએ મોટા મોટા શિવલિંગ ની પૂજા કરતી વખતે ઘણા નિયમોનું પાલન કરવા માં આવે છે તે નિયમોનું ઘરે પાલન કરી શકતા નથી.
ઘર માં શિવલિંગ ની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ શિવલિંગ ની વિધિ વિદ્યાન થી પૂજા કરવી અને શિવલિંગ પર પાણી નો અભિષેક કરવો શિવ ની પ્રાણ પ્રતિષ્ઠા મોટા મંદિર માં જ કરવામાં આવે છે તે વાત નું ખાસ ધ્યાન રાખવું નહિતર તમારા ઘર માંથી સુખ સમૃદ્ધિ જતી રહેવામાં વાળ નથી લાગતી.
શિવલિંગ નું રોજ સાવરે અને સાંજે એમ બે ટાઈમ પૂજા કરવી જોઈએ તેવું શિવ પુરાણ માં કહેવામાં આવ્યું છે અને તમે જો શિવલિંગ ની પૂજા રોજ ન કરી શકતા હોય તો સોમવાર શિવરાત્રી જેવા શિવજી ખાસ દિવસ પર કરવી ઘર ના મંદિર એક શિવલિંગ હોવું જોઈએ વધારે શિવલિંગ રાખવા એ અપશુકન માનવામાં આવે છે શિવલિંગ ને ઘર ની અંદર ખુલી જગ્યામાં રાખવા કરણકે શિવજી એ વૌરાગી છે તેમને કોઈ જગ્યા ઉપર બાંધી ન રાખી શકાયતો ઘર માં શિવલિંગ લાવતી વખતે ઉપર જણાવેલી બાબતો નું ખાસ ધ્યાન રાખવું.