આપણા ગુજારતા ને વિકાસ નું મોડેલ કહેવામા આવે છે અને ગુજારતા ના વિકાસ ની ચર્ચા દેશ ના અન્ય રાજ્યોમાં પણ થઇ રહી છે. રાજ્ય સરકાર દવારા વિકાસ ની મોટ – મોટી વાતો કરવામાં આવે છે. પરંતુ હઝુ પણ ગુજરાત ના છેવાડા ના ગામ માં લોકો ને પાણી પીવા ના પણ ફાંફા છે. તેવી પરિસ્થિતિ માં વિકાસશીલ ગુજરાત ની જોવા મળી રહી છે. ગુજરાત માં હાલ પણ એવા રસ્તાઓ છે કે જ્યાં એમ્બ્યુલન્સ પણ લઇ જતા બહુ અગવડ પડે છે. આ કારણે લોકોને પૈદલ ચાલી ને કિલોમીટર સુધી ચાલી ને દવાખાને જવું પડે છે. કેટલીક વખત દર્દી ના સારવાર ના અભાવે મોટ થયા ના હોવાના કિસ્સા સામે આવે છે. છેલ્લા ૮-૯ મહિના થી ગામ ના લોકોઓ પાણી માટે વલખા મારી રહ્યા છે.
માહિતી અનુસાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા કલેસર ગામમાં 1,500થી 2,000 લોકો રહે છે. આ ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગામમાં મુખ્ય પ્રશ્ન પાણીનો છે અને પાણીના કારણે ગામના લોકોને છેલ્લા આઠ-નવ મહિનાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગામમાં પાણીના પ્રશ્નો નિકાલ આવે એટલા માટે ગામના લોકોએ સરકારી અધિકારીઓને આ બાબતે અવાર-નવાર રજૂઆતો કરી હતી અને ગામના લોકો સરકારી કચેરીઓમાં દોડધામ કરતા હોવાના કારણે અધિકારીઓએ ગામની અંદર એક બોરવેલ બનાવવાની મંજૂરી આપી હતી. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે જે જગ્યા પર બોરવેલ બનાવવાની મંજૂરી મળી હતી તે જગ્યા પર નહીં પરંતુ પથાવત ગામમાં અધિકારીઓએ બોરવેલ બનાવી દીધો હતો. જેના કારણે કલેસર ગામમાં પાણીનો પ્રશ્ન ત્યાંનો ત્યાં જ રહ્યો હતો
.
તંત્રની આ કામગીરીના કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગામના લોકોએ ફરીથી માગણી કરી છે કે, તેમના ગામમાં 1,500થી 2,000 લોકો રહેતા હોવાના કારણે તેમને નક્કી કરેલી જગ્યા પર બોરવેલ બનાવી આપવામાં આવે એટલે તેમણે પાણી માટે રઝળપાટ કરવી ન પડે. ચોમાસામાં પાણી માટે ગામના લોકોને વલખાં મારવા પડતા હોવાના કારણે તંત્રની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે, એક તરફ વિકાસના કામોની મોટી-મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવી રહ્યું છે.