વધારે પડતો વજન શરીર માં ગણી મુશ્કેલી ઉભી કરે છે.જે લોકો નો મોટા ભાગનો સમય સ્કૂલ કોલેજ કે ઓફિસ માં પસાર થતો હોય તે પોતાના સ્વાસ્થ્ય ની સાર સંભાર સારી રીતે લઈ શકતા નથી આવા લોકો માટે ભાગે બહારની હોટેલ કે કેન્ટીન માં નાસ્તા કરતા હોય છે પરિણામે તેનું યોગ્ય રીતે પાચન થતું નથી અને શરીર ની ચરબી વધવા લાગે છે તેવા લોકો પાસે ટાઈમ હોતો નથી કે રોજ સવારમાં હેલ્દી નાસ્તો બનાવીને સાથે લઈ જાય જે આખો દિવસ સુધી બગડે નહીં એટલા માટે અપને જે મળે તે ખાઈ લઈયે છીએ તેની ચિંતા કરવાની જરૂર નથી એવી કેટલીક વસ્તુ છે જેને તમે બજાર માંથી પણ તૈયાર લાવી શકોછો અને ઘરે પણ ફટાફટ બનાવી શકો છો તેનાથી તમારો વજન પણ નહિ વધે અને તમારું શરીર પણ હેલ્દી રહશે તો એવો જાણીયે આવી વસ્તુ વિષે.
સૌપ્રથમ તો જીવન માં એક નિયમ બનાવી લ્યો કે દર બે કલાક થોડું ખાવું અને જે પણ ખાવો તે હેલ્દી જ ખાવું અપને દિવસ માં ત્રણ વખત ખાઈએ છીએ સવારનો નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન આ બધાની વચ્ચે બીજા ત્રણ નાના બ્રેક ફાસ્ટ લેવા તમને બધાને એવું લાગતું હશે કે દિવસ માં છ વખત ખાવાથી વજન વધશે પણ જો તમે હેલ્દી વસ્તુ ખાશો અને નિયમિત સમય ઉપર ખાશો તો તમને ભૂખ પણ લાગતી નથી અને બહારના અન હેલ્દી નાસ્તા માંથી પણ બચશો.
તો તમે તમારા નાસ્તા માં કાજુ બદામ સૂકી દ્રાક્ષ પણ લઈ શકો છો તેને સાથે લઈ જવી પણ ખુબ સરળ છે ખરાબ પણ થતા નથી તે શરીર માં એનર્જી પણ આપે છે તેને ખાવાથી શરીર ની વજન પણ નથી વધતો દિવસ માં ચાર પાંચ કાજુ બદામ વગેરે ખાવું જોઈએ જયારે પણ તમને ભૂખ લાગે ત્યારે ખાયો અને સિવાય તમે સેકેલી મગફળી પણ ખાઈ શકો છો.
દહીં અને છાશ જે તમને બધી જગ્યાએ મળી રહશે જે ને તમે ઘરે થી પણ સાથે લઈ શકો છો જેને તમે ખાવાની સાથે ખાદ્યા પછી જરૂર પીવો દહીં અને છાશ ખોરાક ને પાચન યોગ્ય રીતે કરે છે તમે વેજીટેબલ સેન્ડવીચ પણ ખાઈ શકો છો પણ તેના ઉપર બટર ચીજ વગેરે ન લગાવવું બોઈલ કરેલા ઈંડા પણ ખાઈ શકો છો તમે તમારા ઘરે થી સલાડ પણ બનાવીને લઈ જઈ શકો છો તમે સલાડ ને ટેસ્ટી બનાવવા મટે તેમાં રાજમાં ચણા મકાઈ વગેરે મિક્સ કરી શકો છો.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.