ખરેખર તો બધા ફળ ફાયદાકારક જ હોય છે. ફળો ખાવાથી આપણને સારા એવા માત્રામાં પોશાક તત્વો મરતાં હોય છે અને ભરપૂર માત્રામાં વિટામિન્સ પણ મળી રહેતા હોય છે. જયારે આપણે ડોક્ટરની જોડે જઈએ તો પણ ડોક્ટર આપણને ફળ ખાવાની સલાહ આપતા હોય છે. ફળ ખાવાથી શરીરની અંદર લોહીનું પ્રમાણ જળવાઈ રહેતું હોય છે.
આ ફળ એવું છે કે જેને કબજિયાતનો પ્રોબ્લેમ હોય, વિટામિન B1 B2 B12 જેવી ખામી હોય તથા વજન કંટ્રોલમાં રાખવું હોય માનસિક થાક લાગતો હોય તેના માટે ખાસ ઉપયોગી છે. તે ફળનું નામ છે ખારેક. ખારેક બે જાતની હોય છે એક લાલ અને બીજી પીળી જોવા મરતી હોય છે. ગુજરાતમાં આની ખેતી કચ્છમાં વધુ જોવા મળે છે. અત્યારે વર્ષાઋતુ ચાલી રહી છે વર્ષાઋતુ એટલે વાયુનું ઋતુ કહેવાય માટે આ ઋતુમાં પાચનશક્તિ નબરી પડી જાય છે માટે ખોરાક માં બદલાવ લાવવો જરૂરી છે. તેના માટે ખોરાકમાં થોડો મધુર રસનો ખોરાક લેવો અને રેસા વારો ખોરાક લેવો કે જેમાં રેસાનું પ્રમાણ વધુ હોય.
આવામાં તમે રેસા વાળા ફરી ખાવા જોઈએ. રેસા વારુ સારામાં સારું ફળ હોય તો ખારેક છે. આ ઋતુમાં તેને ભરપૂર માત્રામાં ખાવી જોઈએ. તમને જણાવું આ ફળ ખાવાના ફાયદા. આની અંદર કેલરી સારા પ્રમાણ હોયછે. જેની અંદર રિચ ફાઇબર હોય છે જે તમારા પેટને સાફ રાખવાનું કામ કરે છે. જે કોઈને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેને આ ફળ એટલે કે ખારેક ખાવી જોઈએ.
ખારેકની અંદર વિટામિન બી ખુબ જ હોય છે અને પોટેશિમ પણ હોય છે પોટેશિમ થી તમારો પેશાબ સાફ રહેશે. જેનાથી તમારું વજન વધશે નહીં તેને કંટ્રોલમાં રાખવાનું કામ કરશે. તમે ક્યાંય બહાર ફરવા જાવ કોઈ બીજા કામથી બહાર જવાનું થતું હોય ને તમે કંટારી જતા હોય તો તમારે ખજૂર ને ઘી ખાઈ લેવાનું તમારું મગજ બિલકુલ ફ્રેશ થઇ જશે. ખજૂર ખુબ ગુણકારી ફળ છે. દરેક ઋતુમાં આવતા અલગ અલગ ફળ ખાવા જોઈએ.