માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને કારણે અનેક લોકોના મોત થઈ રહ્યા છે.તાજેતરમાં આવો જ એક માર્ગ અકસ્માત થયો હતો.
અકસ્માતમાં નવ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાથી સમગ્ર સુભાનપુરા વિસ્તારમાં શોકનો માહોલ છે.
બનાવ અંગેની વધુ માહિતીમાં જાણવા મળ્યું હતું કે, સુભાનપુરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ કાંતિલાલ વસાવા વિષમ નોકરી કરી ગુજરાન ચલાવતા હતા.નરેન્દ્રભાઈને બે બાળકો હતા અને તેમના નાના પુત્રને ચાલવામાં તકલીફ પડતી હતી.
સાંજે 4.30 વાગ્યાના સુમારે તેઓ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલ પાસે કામ પૂર્ણ કરીને પસાર થઈ રહ્યા હતા ત્યારે નરેન્દ્રભાઈના બાઇક સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું કે નવ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ જાણો : ગુજરાતમાં 15 લાખ મજૂરોની રોજગારી સંકટમાં, રશિયા-યુક્રેન યુદ્ધે આ મુશ્કેલી સર્જી
ગુજરાત ના સમાચાર, તાજી ન્યુઝ ગુજરાતીમાં મેળવો તેમજ સોંથી પહેલા gujaratniasmita.com પર, સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ પર મેળવો Gujarati Latest News Today, Live news in Gujarati, Gujarat News Live, For more related stories, follow: વાયરલ ન્યુજ
અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારી સાથે જોડાઓ