આ મંદિર અનેક લોકો ની શ્રદ્ધા સાથે જોડાયેલું છે આ ખોડિયાર માં નું મંદિર અને ત્યાં આ ચમત્કારિક કૂવો આવેલો છે. અને આ કૂવાનું પાણી પીવાથી પેટના ગણા બધા રોગો મટે છે તેવું અહીં ના લોકો નું કેવું છે તો ચાલો આપણે જાણીએ આ કુવા વિષે.
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના દેવરિયા ગામમાં ખોડિયાર માં નું મંદિર આવેલું છે.અને ખોડિયાર માં ના મંદિર માં આવેલો છે ચમત્કારિક કૂવો અને આ કૂવાનું નામ સાણ કૂવો છે. આ કૂવાનું પાણી પીવાથી પેટના ગણા બધા રોગો મટે છે તેવું માનવામાં આવે છે. આ કૂવાનું સારું એવું ધ્યાન રાખવામાં આવે છે કે જેથી કુવામાં રહેલું પાણી સાફ રહે. તેના માટે કૂવાને ઢાંકીને રાખવા માં આવે છે. આ કૂવાનું પાણી સ્વાદમાં થોડું ખારું હોય છે. અહીં ખોડિયાર માં નું નવું મંદિર બનાવામાં આવેલું છે. અને અહીં દર પૂનમના દિવસે મેળો ભરાય છે. પણ અત્યારે કોરોના ના કારણે બંધ છે.
ખોડિયાર માં ના મંદિર માં દર પૂનમ ના દિવસે ગણા બધા લોકો આવે છે અને આ મંદિર ની સારી એવી આસ્થા હોય છે. અને પૂનમના દિવસે પ્રસાદ પણ આપવામાં આવે છે. અને અહીં માં ખોડિયાર ના દર્શન કરવા હજારો લોકોની ભીડ ઉમટી પડે છે. અને મંદિરની બાર સરસ ગાર્ડન પણ આવેલું છે. સારી એવી ચોખ્ખાઈ પણ જોવા મળે છે.
આ મંદિરમાં પૂનમના દિવસ ની પ્રસાદી માટે અલગ અલગ દાતા હોય છે અને આશરે બે વર્ષ ની પ્રસાદી માટે દાતા ઓ નું વેઇટિંગ છે. તો તમે વિચારો કે અહીંના લોકો માટે આ મંદિર માટે કેટલી આસ્થા હશે. અને આ મંદિર લગભગ ૧૪૦૦ વર્ષ જૂનું છે. અહીં દર્શન માટે દેશ વિદેશના લોકો દર્શન માટે આવે છે.
પૂનમના દિવસે જે દાતાશ્રી ના નામની પ્રસાદી હોય છે તે દાતાશ્રી ના નામનું પોસ્ટર પણ લગાવામાં આવે છે. તેમ દર પૂનમના દિવસે પોસ્ટર બદલાતું રહે છે. આ મંદિર માં દર્શન માટે લોકો સૌથી વધારે રવિવારે અને પૂનમના દિવસે આવતા હોય છે.