મિત્રો આજે અલગ અલગ વિભાગમાં સરકારી ઓફિસરની બદલી થતી હોય છે.નવા ઓફિસર આવે છે અને જુના ઓફિસરનું જગ્યા લઈલે છે. પણ ક્યારેક એવા ઓફિસર આવે છે જેમના કામ થી લોકો પ્રભાવિત થઇ જતા હોય છે.જયારે તેમની બદલી થાય ત્યારે લોકોને ખુબ દુઃખ થતું હોય છે. કયારેક કોઈ કર્મચારી પોતાના કર્યો થી લોકના દિલ પર રાજ કરતો હોય છે અને જો તેવા ઓફિસરની બદલી થાયતો ત્યાંના લોકોને ગમતું નથી પણ આ વિદાયની પળો ને યાદગાર બનાવ્યા લોકો તેમના માટે કંઈક નવું કરવાની ઈચ્છા રાખે છે.તેવાજ એક કિસ્સા વિષે વાત કરવા જઈ રહ્યો છું.
પોલીસ વિભાગમાં ઘણા એવા પોલીસ કર્મી છે જે પોતાની કામ કરવાની પ્રણાલીથી લોકના દિલમાં જગ્યા બનાવી દે છે .આવાજ એક પોલીસ કર્મી ઉત્તરપ્રદેશ પોલીસમાં નોકરી કરે છે જે એક ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મી છે.જેમનું નામ રણવીર સિંહ જે અસમોલી પોલીસ સ્ટેશનમાં SHO ની ફરજ પર કાર્યરત હતા.રણવીર સિંહ પોતાના કાબિલિયત અને પોતાના ઉદાર સ્વભાવના કારણે સ્થાનીય લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લીધી હતી. રણવીર સિંહની બદલી કરવામાં આવી છે તેવી ખબર સ્થાનીય લોકોને મળતા ત્યાંના લોકોને ખુબ દુઃખ થયું હતું.
રણવીર સિંહની બદલી અમરોહા જિલ્લામાં કરવામાં આવી હતી.રણવીર સિંહ વિદાય યાદગાર બનાવા માટે લોકો એ ફેરવેલ પાર્ટીનું આયોજન કર્યું રણવીર સિંહ જિલ્લામાં છ વર્ષ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે લોકોના ચહીતા રણવીર સિંહની વિદાય આપવા માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા નક્કી કરવામાં આવી
મોટી સંખ્યામાં લોકો તેમને વિદાય આપવા માટે ઢોલ નગાડા વગાડતા પોલીસ સ્ટેશન જાય છે. જ્યાં રણવીર સિંહને ફૂલોના હાર પહેરવામાં આવે છે.SHO ને પગાડી પહેરવામાં આવી હતી .ત્યાંથી તેમને એક બગી ઉપર બેસાડવામાં આવ્યા અને ઢોલ નગાડા વગાડી તેમનો આખા બજારમાં વરઘોડો કાઢવામાં આવે છે રણવીર સિંહ ઉપર પૈસાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો SHO વિદાયમાં કેટલાક લોકોની આંખમાં આસું પણ આવી ગયા હતા.વિદાય સમારંભમાં લોકોના ચહેરા પર જશ્નનો માહોલ દેખાતો હતો તેમની વિદાય ખુબ યાદગાર બનાવી હતી SHO રણવીર સિંહને આજે પણ ત્યાંના સ્થાનીય લોકો આજે પણ યાદ કરી રહ્યા છે.