વિજાપુર ના લાડોલ ગામના બટાકા નો વાવેતર કરતા ખેડુત પાસેથી ગામના જ વેપારી એ ખેડૂત પાસેથી ભાવતાલ નક્કી કરીને એક લાખ અગિયાર હજાર નો ઉધાર માલ લઈને દીવસ દશ માં પૈસા નું ચુકવણું કરવા નુ કહીને બટાકા નો માલ લઈ ગયા બાદ બાકી લેણા ની માંગણી કરતા વેપારી એ બેન્ક ઓફ બરોડા લાડોલ શાખા નો ચેક નંબર ૦૦૦૦૧૧ રૂબરૂ સહી કરીને આપતા તેમજ ચેક આપેલ તારીખ માં ભરી દેશો એવો વિશ્વાસ ખેડૂત પટેલ રાકેશ કુમાર રતી લાલ રહે લાડોલ વાળા ને ચેક આપી ભરોસો આપ્યો હતો.
જે ચેક ની મુદત તારીખ ૨૧/૦૬/૨૦૧૭ ના બેન્ક ઓફ બરોડા લાડોલ શાખા માં ભરતા તે ચેક પરત ફર્યો હતો ત્યારબાદ તેજ ચેક વેપારીના કહેવા થી તા ૨૫/૦૭/૨૦૧૭ ના રોજ ભરતા બેન્ક ના ઇન સફિશિયન્ટ ના શેરા સાથે પરત ફરતા વકીલ એ સી ગોસ્વામી દ્વારા તા ૨/૦૮/૨૦૧૭ ના રોજ નોટિસ આપતા લેણાની રકમ નહીં આપતા તા ૨૯/૦૮/૨૦૨૧ ના રોજ રબારી વિક્રમ ભાઈ કરશન ભાઈ રહે લાડોલ સામે ફરીયાદ નોંધાવી હતી.
જે કેસ બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ યોગેશકુમાર કે ખાંટ ની અદાલત માં ચાલી જતા તેમજ વકીલ એ સી ગોસ્વામી (બાવા) ની દલીલો થી આરોપી બટાકા ના વેપારી વિક્રમ ભાઈ કરશન ભાઈ રબારી ને એક વર્ષ ની સજા તેમજ ૧લાખ ૧૧ હજાર વળતર ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો હતો તેમજ જો વળતર ના ચુકવે તો વધુ છ માસ ની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે