ખેરોજ પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીઓએ લાંબડીયાના યુવકને ઢોર માર માર્યો

Uncategorized

પોશીનાના લાંબડીયા ગામે બે પોલીસ જવાનો દ્વારા લાંબડીયામાં રહેતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો.

લાંબડીયા ગામે દરજી કામ કરતા પ્રજાપતિ અશોકભાઈને તેમની પત્ની પાસે ઘરમાં બોલાચાલી થતા પોલીસને જાણ થતા પોલીસના બે જવાનો આવી યુવકને પોલીસ ચોકી લઇ જઇ યુવકને શરીર પરથી ચામડી ઉતારી લેવાય તેવો ઢોર માર મારવામાં આવ્યો હતો.

યુવક પર કોઈ જ ફરિયાદ વગર પોલીસે ઢોર માર મારીને ઘરે મૂકી ગઈ હતી અને યુવકને ઢોર માર મારતા યુવકની તબિયત લથડતા લાંબડીયા સિવિલમાં રીફર કરવામાં આવ્યો હતો. જેમાં આ ઘટનાની પોલીસ ને જાણ થતાં પોલીસ યુવકના ઘરે જઈ ધમકી આપી ક્યાંય કેસ ના કરતો અને કાર્યવાહી ન કરતો નહી તો તને કોઈ પણ ગુનાના જેલમાં ધકેલી દઈશ તેવી ધમકી આપવામાં આવી હતી.

હાલમાં પોલીસે ધમકી આપતા યુવક પોતાની બહેનના ઘરે સારવાર લાઇ રહ્યો છે અને યુવક અને યુવકની બહેન દ્વારા આવા માથાભારે પોલીસ જવાનો વિરુદ્ધ ન્યાયની માંગણી કરી છે. આમ પોલીસની દાદાગીરીની આ ઘટના સામે આવી છે. જેમાં પોલીસે નિર્દોષ યુવકને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *