જગેશ્વર મહાદેવનું ઐતિહાસિક અને સૌથી જૂનું મંદિર, જેણે વિશ્વમાં શિવલિંગની પૂજાની શરૂઆત કરી હતી, તે ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના મુખ્ય મથકથી લગભગ ૪૦ કિમી દૂર દેવદારના વૃક્ષોના ગાઢ જંગલોની વચ્ચે એક ટેકરી પર આવેલું છે.
આ મંદિર પરિસરમાં પાર્વતી, હનુમાન, મૃત્યુંજય મહાદેવ, ભૈરવ, કેદારનાથ, દુર્ગા સહિત કુલ ૧૨૪ જેટલા મંદિરો આવેલા છે, જેમાં આજે પણ વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. ભારતના પુરાતત્વ વિભાગે આ મંદિરને દેશના બાર જ્યોતિર્લિંગોમાંનું એક ગણાવ્યું છે અને તેને જાહેર કરતી એક પથ્થરની તકતી પણ મુકવામાં આવી છે. મંદિરના મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર, એક હકીકત એ પણ છે કે આ મંદિરમાંથી જ ભગવાન શિવના લિંગની પૂજાના રૂપમાં શરૂઆત કરવામાં આવી હતી.
મુખ્ય પૂજારીના માહિતી મુજબ , અહીં સ્થાપિત શિવલિંગ સ્વયં નિર્મિત છે એટલે કે તેની ઉત્પત્તિ અને તેની પૂજા ક્યારે કરવામાં આવી રહી છે તે ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ આઠમી સદીમાં અહીં ભવ્ય મંદિરો બનાવવામાં આવ્યા છે. ગીચ જંગલો વચ્ચે વિશાળ સંકુલમાં પુષ્ટિ દેવી (પાર્વતી), નવદુર્ગા, કાલિકા, નીલકંઠેશ્વર, સૂર્ય, નવગ્રહ સહિત ૧૨૪ જેટલા મંદિરો આવેલા છે.
મુખ્ય પૂજારીના જણાવ્યા અનુસાર, વિશ્વમાં લિંગના સ્વરૂપમાં ભગવાન શિવની પૂજા આ મંદિરથી શરૂ થઈ હતી અને તેનો ઉલ્લેખ શિવ પુરાણના માનસ ખંડમાં કરવામાં આવ્યો છે.મોટાભાગના વિસ્તારોના નામ સાપ પર આધારિત છે.