આ બાલાજી મંદિરમાં માત્ર એક શ્રીફર બાંધવાથી…મનોકામના પૂર્ણ થાય છે

Astrology

લાખો લોકોનું આસ્થા ,શ્રદ્ધા અને વિશ્વાસનું એક માત્ર સ્થર સાલાસર બાલાજી મંદિર છે આ પવિત્ર સ્થળ રાજસ્થાન રાજ્યના ચરુ જિલ્લાના સાલાસર નામની જગ્યાએ આવેલું છે સાલાસર બાલાજી મંદિર માં દર વર્ષે લાખો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે અહીં આવેલ દરેક ભક્તની મનોકામના સાલાસર માં બિરાજમાન હનુમાનદાદા પૂર્ણ કરતા હોય છે ચૈત્ર પૂર્ણિમાના દિવસે એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે આ દિવસે મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનદાદાના દર્શન કરવા માટે આવતા હોય છે તેમજ આ દિવસે અહીં મેળા નું પણ આયોજન કરવામાં આવે છે

મંદિર સાથે ઘણી કથાઓ સંકરાયેલી છે એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા અસોટા ગામનો એક ખેડૂત પોતાના ખેતર માં હળ દ્વારા ખેડ કરતો હતો ત્યારે હળ જમીનમાં કોઈ વસ્તુ જોડે અથડાય છે ખેડૂત તે જગ્યાએ ઉભો રહી જાય છે અને જોવે છે તો ત્યાં એક પ્રતિમા હતી ખેડૂત જમીનમાં ખાડો ઘોડીને હનુમાન દાદાની પ્રતિમા બહાર નીકાળે છે ખેડૂત આ ઘટના વિષે ગામા બધા લોકોને કહે છે

ખેડૂત આ પ્રતિમા ત્યાંના જમીનદારને આપે છે ત્યારે જમીનદારને રાત્રે સપનું આવે છે તેમાં હનુમાનદાદા આદેશ આપે છે કે આ પ્રીતિમાંને સાલાસર ગામે સ્થાપિત કરવામાં આવે ત્યારે જમીનદાર આ પ્રતિમાને સાલાસર ગામે સ્થાપિત કરે છે અહીં હનુમાનદાદાની મૂર્તિ સ્વંમભુ પ્રગટ થઇ હોય તેમ માનવામાં આવે છે ભગવાના આદેશ અનુસાર સાલાસરમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે

વિશ્વ વિખ્યાત આ મંદિર ની સ્થાપના ૨૬૦ વર્ષ પહેલા કરવામાં આવી હોય તેમ માનવામાં આવે છે સાલાસર બાલાજીનું મહત્વ અહીં સ્થાપિત કરાયેલી પ્રતિમાથી છે અહીં સ્થાપિત કરાયેલી મૂર્તિ વિશ્વમાં બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે આ મંદિર માં બાલાજીને મૂછ અને દાઢી માં બતાવ્યાંમાં આવ્યા છે જે હનુમાન દાદાના વ્યસ્ક રૂપને પ્રદર્શિત કરે છે મંદિરના પરિસરમાં એક પ્રાચીન વૃક્ષ આવેલું છે જ્યાં આવેલા ભક્તો શ્રીફળ બાંધીને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા રાખે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *