આ બે દેશોના પાસપોર્ટ છે સૌથી પાવરફૂલ, જાણો ભારતનું રેન્કિંગ.

વિદેશ

દુનિયાના સૌથી ટ્રાવેલ-ફ્રેન્ડલી પાસપોર્ટ્સનું લિસ્ટ દર વર્ષે જાહેર કરવામાં આવે છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં સતત ત્રીજા વર્ષે જાપાને ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતના ઘણા પાડોશી દેશોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. તેમજ ભારત પણ છ સ્થાન નીચે આવી ગયુ છે. જાપાન અને સિંગાપોર આ વર્ષની યાદીમાં સૌથી ઉપર છે. જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ધારકોને ૧૯૨ દેશોમાં વિઝા-મુક્ત યાત્રા કરવાની પરવાનગી છે. તેમજ, આ લિસ્ટમાં દક્ષિણ કોરિયા અને જર્મની બીજા નંબર પર આવ્યા છે.
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ એવા સમયે આવ્યો છે, જ્યારે દુનિયાભરમાં ઘણા દેશો કોરોના કાળ સામે ઝઝૂમ્યા બાદ પોતાના આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે યાત્રા નિયમોમાં ઢીલ આપી રહ્યા છે. આ લિસ્ટનો આધાર વિઝા ફ્રીને લઈને બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈ દેશનો નાગરિક દુનિયાના કેટલા દેશોમાં વિઝા ફ્રી યાત્રા કરી શકે છે. આ આધાર પર આ લિસ્ટ બનાવવામાં આવે છે. આ રેન્કિંગ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓના વિશ્લેષણ પર આધારિત છે.
આ ફર્મના ક્યૂફોર ગ્લોબલ મોબિલિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના મહામારીને પગલે ગ્લોબલ સ્તર પર મુવમેન્ટનું અંતર ઘણુ વધી ચુક્યુ છે અને તે સતત વધી રહ્યું છે. ગ્લોબલ સાઉથના ઘણા દેશોએ પોતાની અર્થવ્યવસ્થાઓને પુનર્જીવિત કરવા માટે પોતાની બોર્ડર પર ઢીલ આપી છે. જોકે, ગ્લોબલ નોર્થના દેશોએ આ પ્રકારની પહેલ પર વધુ ઉત્સાહ નથી દર્શાવ્યો અને કોરોનાને પગલે યાત્રાઓને લઈને કડક વલણ અપનાવ્યું છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ખૂબ જ નીચે રેન્કિંગ મેળવનારા દેશોના લોકો ફુલ વેક્સીનેશન કરાવવા છતા ઘણા વિકસિત દેશોમાં એન્ટ્રી માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *