ભારતમાં આજે નાની મોટી સંખ્યામાં લાખો મંદિરો આવેલા છે.આ દરેક મંદિરમાં દર્શન કરવા માટે દેશભરમાંથી ઘણાં ભક્તો આવતા હોય છે.ભક્તો મંદિરમાં જઈને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે.જ્યારે તેમની મનોકામના પૂરી થાય ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે મંદિરમાં આવતા હોય છે અને દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે.
આજે હું તમને એક એવા ભક્ત વિશે જણાવી જેમને સુતા સુતા પલટી મારી મારીને દંડવત કરીને બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નીકળ્યા છે. આ ઘટના આબુરોડની છે. આ 35 વર્ષનો વ્યક્તિ બાબા રામદેવનો પરમ ભક્ત છે.
તેઓ ખૂબ લાંબા સમયથી બાબાની ભક્તિ કરે છે. આ ભક્તનું નામ ભૈરામ છે.તેઓએ બાબા રામદેવની ભક્તિ કરવા માટે હજુ સુધી લગ્ન કર્યા નથી તેઓ હંમેશા માટે બાબાની ભક્તિમાં લીન રહે છે. ભૈરામ બાબા રામદેવના દર્શન કરવા માટે આબુરોડ થી નીકળ્યા હતા
ભૈરામ સુતા સુતા ગુલાંટી ખાઈને આબુરોડ થી રામદેવડા અંદાજીત ૪૦૦ કિલોમીટરનું અંતર આવી રીતે કાપશે અને બાબા રામદેવના આશીર્વાદ પ્રાપ્ત કરશે
બાબા રામદેવના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.ઘણા ભક્તો કઠોળ માનતા માની પૂરી પણ કરતા હોય છે.આવા ભક્તો ઉપર ભગવાન તેમની કૃપા સદાય વરસાવતા રહે છે.