આ બીમારીઓથી પીડાતા લોકો ન ખાઓ ફુલાવર, વધી શકે છે સમસ્યાઓ

TIPS

ફુલાવર ખાવું ઘણા લોકો ને ખૂબ પસંદ હોય છે. પરંતુ તમે આ બિમારીથી પરેશાન હોય તો તેનું સેવન કરવું હિતાવહ નથી. ઘણી શાકભાજી એવી હોય છે કે જે તમને દરેક સીઝનમાં આસાનીથી મળી રહેતી હોય છે. જો સ્વાદની વાત કરીએ તો શિયાળામાં આ શાકભાજીનો સ્વાદ કઈક અલગ જ આવતો હોય છે. તેમાં એક ફુલાવર પણ સામેલ છે. તે શિયાળાની મુખ્ય શકભાજીમાની એક છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લોહ તત્વ સારી એવી માત્રામાં હોય છે. આમ તો ફુલાવર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ કેટલાક લોકોએ ફુલાવરનો ત્યાગ કરવો જોઈએ. જાણો કેવા લોકોએ તેનો ઉપયોગ કરવો જોઇએ નહી.

થાઈરોઈડ વ્યક્તિ

જો તમને થાઇરોઇડની તકલીફ હોય તો તમારે ફુલાવરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેનું સેવન કરવાથી તમારા t3 અને t4 હોર્મોન વધી શકે છે.

પથરીથી પીડાતા લોકો

જેમને કિડનીમાં પથરી હોય તેમને ફુલાવર ના સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. તેમાં કેલ્શિયમ ની માત્રા વધુ હોય છે. તમારું ઉરિક એસિડ વધી ગયું હોય તો પણ તમારે ફુલાવર નું સેવન ન કરવું જોઈએ.

એસિડિટી ની સમસ્યા હોય

જેમને ગેસ કે એસિડિટી ની સમસ્યા હોય તેમને ફુલાવર ના ઉપયોગ થી દુર રહેવું હિતાવત રહે છે. ફુલાવર માં એક તત્વ હોય છે જેનાથી એસિડિટી થતી હોય છે.

આ માહિતીને આયુર્વેદિક નુસ્ખાઓના આધારે લખવામાં આવી છે. ગુજરાતની અસ્મિતા તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *