એકસીડન્ટ ની માત્રામાં વધારો રિષભ પંત પછી આ મોટી હસ્તીનો થયો ખતરનાક એકસીડન્ટ અને આ ભગવાનના ધામમાં…..

trending

દેશભરમાં દરરોજ અકસ્માતો બની રહ્યા છે. અનેક અકસ્માતોમાં ઘણા લોકો ઘાયલ થાય છે અને ઘણા મૃત્યુ પામે છે. થોડા દિવસો પહેલા ક્રિકેટર ઋષભ પંતનો ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ક્રિકેટર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.હવે આવા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે.

જેમાં એક રેસરનું દર્દનાક મોત નિપજ્યું છે. જાણીતા રેસર કે ઇ કુમારનું રવિવારે ચેન્નાઈમાં કાર રેસ દરમિયાન અવસાન થયું હતું. રેસ દરમિયાન તેની કારનો અકસ્માત થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો,

પરંતુ 59 વર્ષીય રેસરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.કે.ઈ.કુમાર મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે MRF MMSC FMSCI ઈન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો.

રેસ દરમિયાન કેઈ કુમારની કાર સ્પર્ધકની કાર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ તેમની કાર પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાઉન્ડ્રી સાથે અથડાઈને જમીન પર પડી હતી.ઘટના બાદ તરત જ રેસ બંધ કરી દેવામાં આવી હતી. ક્રેશ થયેલી કારમાંથી K E કુમારને બહાર કાઢવામાં આવ્યા હતા.

તબીબી કેન્દ્રમાં પ્રાથમિક તપાસ બાદ, તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. રેસ મીટના અધ્યક્ષ વિકી ચંડોકે પણ આ અંગે નિવેદન આપ્યું હતું.તેમણે કહ્યું હતું કે, ‘આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

કુમાર એક અનુભવી રેસર હતો. હું તેને ઘણા દાયકાઓથી મિત્ર અને પ્રતિસ્પર્ધી તરીકે ઓળખું છું. એમએમએસસી અને સમગ્ર સમુદાય તેમના નિધન પર શોક વ્યક્ત કરે છે અને પરિવાર પ્રત્યે અમારી દિલથી સંવેદના વ્યક્ત કરે છે.” ચંડોકે કહ્યું કે રમત માટે રાષ્ટ્રીય સંચાલક મંડળ, એફએમએસસીઆઈ અને આયોજકો, એમએમએસસીએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *