આ દિવાળી પર વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતાના ઘરને સજાવો…માતા લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ

Astrology

દિવાળીનો તહેવાર આવવાના હવે થોડા દિવસો બાકી રહ્યા છે દેશમાં દિવાળીના તહેવારની તૈયારી બજારમાં દેખાય છે દિવાળીના થોડા સમય પહેલા બધા ઘરમાં સાફ સફાઈ કરવામાં આવતી હોય છે અને ઘરમાં થી બિનજરૂરી કચરો બહાર કાઢવામાં આવતો હોય છે ઘણા લોકો પોતાના ઘરને શુશોભિત કરવા માટે બજાર માંથી અવનવી ખરીદી કરતા હોય છે દિવાળીના તહેવારને સુખ સમૃદ્ધિ નું પ્રતીક માનવામાં આવે છે આ દિવાળીમાં તમે તમારા ઘરને વાસ્તુશસ્ત્ર અનુસાર સજાવો માતા લક્ષ્મી તમારા ઘર ઉપર ધનનો વરસાદ કરશે આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં માતા લક્ષ્મી અને કુબેર દેવતાને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય બતાવામાં આવ્યા છે જે આજે હું તમને જણાવીશ

વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાળીના તહેવારમાં ઘરના મુખ્ય દરવાજા ની બંને બાજુ સાથિયાનું ચિન્હ દોરવું જોઈએ તમે રંગોલીની અંદર પણ સાથિયાનું ચિન્હ દોરી શકો છો સાથિયાના ચિહ્નને આપણા હિન્દૂ ધર્મમાં ખુબ શુભ માનવામાં આવે છે ચિન્હ દોરવાથી માતા લક્ષ્મી તમારા ઘર પર પોતાની કૃપા વરસાવશે

ધનતેરસના દિવસથી નવા વર્ષ સુધી રોજ પાંચ દિવા ઉત્તર દિશામાં કરવા જોઈએ ઉત્તર દિશા માતા લક્ષ્મીની દિશા માનવામાં આવે છે તમે દિવા ચોખાની નાની ઢગલી બનાવી ને કરવા ખુબ શુભ માનવામાં આવે છે તેમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે

ધનતેરસના દિવસે ઘરમાં તુલસીનો કે મની પ્લાંટનો છોડ વાવો તેમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહશે કારણ કે તુલસીને હિન્દૂ ધર્મ ખુબ પવિત્ર માનવામાં આવે છે તુલસીને માતા નો દરજ્જો આપવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે જે ઘરમાં માતા તુલસીનો વાસ હોય તે ઘરમાં ભૂત પ્રેત આવી શકતા નથી

ધનતેરસના દિવસથી રોજ માતા લક્ષ્મીની કે કુબેર દેવતાની પૂજા કરવી જોઈએ તેમ કરવાથી માતા લક્ષ્મી તેમની કૃપા વરસાવે છે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા કરવી ખુબ જરૂરી છે ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં કે બેઠક રૂમમાં હસતા હોય તેવી બુદ્ધ ની મૂર્તિ રાખવી ખુબ શુભ માનવામાં આવે છે તેમની મૂર્તિ રાખવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *