હું તમને એવા મંદિર વિશે વાત કરી રહ્યો છું કે ત્યાં જે કોઈ જાય છે તો તે પાછું આવતું નથી તેને મૃત્યુનો સામનો કરવો પડે છે. માણસો તો નથી આવતા પણ પશુ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે. આ મંદિર તુર્કીમાં આવેલું છે ત્યાં જે જાય તેનું મૃત્યુ થઇ જાય છે.
પ્રાચીન શહેર હીરા પોલિશ માં બનેલા આ મંદિરને નર્ક નો દ્વાર પણ કહેવાય છે. આ મંદિરનું રહસ્ય બે વર્ષ પહેલા જ ખુલ્યું છે. જે લોકો એડવેન્ચર પસંદ કરતા હતા તેમના માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર હતું. એવું કહેવાય છે કે આનો પડછાયો પણ જેના પર પડે છે તેનું મોત થઇ જાય છે. આ મંદિર આસપાસ માણસ તો ખરો પણ પશુ પક્ષીઓને પણ નથી છોડતું. સમય આગળ વધતો જાય છે તેમ તેનું રહસ્ય પણ ઘેરાતું જાય છે.
આ મંદિર ને પ્લુટો નું મંદિર પણ કહેવાય છે એટલે કે મોતના દેવતાનું મંદિર. પછી ત્યાં જવાનું લોકો એ બંધ કરી દીધું. યાત્રિકો ત્યાં જવાની પ્રયત્ન કરે છે પણ સ્થાનિકો દ્વારા તેમને રોકી દેવામાં આવે છે. એક્સપર્ટ ત્યાં જવાની કોશિશ કરે છે પણ ત્યાંના સ્થાનીક પાંજરામાં કેદ પક્ષી ને ત્યાં મોકલીને બતાવી દે છે પછી તેમની ત્યાં જવાની ઈચ્છા મરી મટે છે.
આ નાની એવી જગ્યા એ બહુ બધી વિવિધતા જોવા મરે છે. ત્યાંની ખાસિયત એ છે કે ત્યાંના ગરમ પાણીના કુંડ જે કેલ્શિયમ થી ભરપૂર છે. એક રિપોર્ટ અનુસાર શહેરની આસપાસના લોકો કોઈ પણ બીમારી હોય તો ત્યાં જતા હતા. જેમને સાંધાની બીમારી હોય અથવા ચામડીનો કોઈ રોગ હોય તેઓ ત્યાં રહેતા અને ઉંગતા હતા.
કહેવાય છે કે ફેબ્રુઆરી ૨૦૧૮ માં મંદિરમાં ધુમાડો નિકર્યો હતો. શોધ કરતા ખબર પડી કે મંદિરની ગુફા માં ખુબ માત્રમાં કાર્બન ડાયોક્ષાઇડ ગેસ હતો તે સિવાય બીજા ઝેરીલા ગેસ પણ હતા. માત્ર ૧૦ ટકા કાર્બન ડાયોક્ષાઇડ ગેસ માણસ નું મૃત્યુ કરી શકે છે. આપણા વાતાવરણમાં આ ગેસ ૦.૦૩૯% હોય છે. પરંતુ આ મંદિરના પરિસરમાં ૯૧ ટકા છે. આ ઝેરીલા ગેસ ના કારણે ત્યાં આવનાર લોકોના મૃત્યુ થાય છે.