મિત્રો તમે ઘણી જગ્યાએ અદાલત જોઈ હશે જેમાં ગુનેગારોને સજા આપવાનું કામ કરવામાં આવતું હોય છે પણ આજે હું તમને એક એવી અદાલત વિશે જણાવવા જઈ રહ્યો છું જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય આ જગ્યાએ સાપોની અદાલત એટલે કે નાગદેવની અદાલત ભરવામાં આવે છે
મધ્યપ્રદેશના શિહોર જિલ્લામાં આવેલા એક ગામમાં સાપોની અદાલત ભરવામાં આવે છે જે લોકો સાપના ડંખનો શિકાર બન્યા હોય તેવા લોકો પોતાના સારા સ્વાસ્થ્ય માટે અહીં આવતા હોય છે આ ગામમાં દિવાળીના આગલા દિવસ નાગદેવનો દરબાર ભરવામાં આવે છે
આપણો દેશ ટેકનોલોજીના ક્ષેત્રે ઘણી બધી સફળતા પ્રાપ્ત કરે છે આજે આપનો દેશ ચાંદ અને મંગળ ગ્રહ સુધી પહોંચી ગયો છે પણ આપણા દેશના કેટલાક લોકો આજે પણ અંધશ્રદ્ધામાં માનતા હોય છે તેનું એક ઉદાહરણ મધ્યપ્રદેશના શિહોર જિલ્લામાં આવેલા લુસડીયાપરિહાર ગામમાં જોવા મળે છે
આ ગામમાં સર્પદંશનો શિકાર બનેલા લોકો પોતાના સારા સ્વાસ્થ્યની માનતા લઇને નાગ દરબારમાં આવતા હોય છે નાગદેવની અદાલત ઘણા વર્ષોથી ભરવામાં આવે છે આ અદાલતમાં ખુબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે
નાગદેવનો દરબાર દિવાળીના બીજા દિવસ ભરવામાં આવતો હોય છે અહીં આવેલા રામ મંદિરમાં સાપોની અદાલત ભરવામાં આવે છે અહીં આવતા લોકો સાપ કરડવાનું કારણ જાણવા માટે આવતા હોય છે જેનાથી ભવિષ્યમાં આવી ઘટના બીજી વખત બની નહીં તેના માટે સાપો જોડેથી વચન પણ લેવામાં આવે છે નાગદેવની આત્મા સર્પદંશનો શિકાર બનેલા વ્યક્તિના શરીરમાં જઈને સાપ કરડવાનું કારણ જણાવે છે