દુનિયામાં ઘણા એવા દેશો છે અવનવી વાતોથી જાણીતા છે, જે આપણને માનવામાં પણ ન આવે. દુનિયામાં એક સેવો પણ દેશ છે જ્યાં દીકરીઓને લગ્ન માટે બજારમાં વેચવામાં આવે છે. આ વાતથી તમને માનવામાં નહીં આવતું પણ આ હકીકત છે. લગ્ન એક એવું બંધન છે તેને બધા રીતિ રિવાજો સાથે જોડે છે.
ઘણા લોકો કોર્ટ મેરેજ પણ કરવા લાગ્યા છે. પરંતુ ઘણા બનાવો એવા છે કે છોકરીઓને ખરીદીને લાવવામાં આવે છે અને પછી તેના લગ્ન કરવામાં આવે છે. છોકરીઓને તેમના માતા પિતા જેમ આપણે અનાજનું બજાર ભરાય છે તેમ ત્યાં છોકરીઓનું બજાર ભરાય છે ત્યાં લઇ જાય છે.
કન્યાઓના આ બજારમાં તેમના માતા પિતા તેમની દીકરીને લઈને જાતે જ જાય છે. જેમાં તેમની બોલી લગાવવામાં આવે છે. તે બજારમાં દરેક ખરીદનાર હોય છે જે તેમની બોલી લગાવે છે. જે સુધી ઊંચી બોલી બોલે તેની સાથે તેમના માતા પિતા તેમની સગાઈ નક્કી કરતા હોય છે.
આ અજીબ બજાર બુલ્ગારિયા ના સ્ટરા જાગોર માં વર્ષમાં ચાર વાર ભરાય છે. તમને આ વાંચીને અજીબ લાગતું હશે પરંતુ બુલ્ગારિયામાં આ એક પ્રથા છે જે વર્ષોથી ચાલતી આવે છે. જેમાં છોકરાઓ તેમના પસંદની છોકરીને પત્ની બનાવી શકે છે પરંતુ તેના માટે મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આ પરમ્પરા બુલ્ગારિયાના રોમા સમાજમાં વર્ષોથી ચાલતી આવે છે.
ત્યાં છોકરીઓને વધુ ભણવાનો પણ અધિકાર નથી, ૧૪ વર્ષની ઉંમર પછી તેમને સ્કૂલમાંથી નિકારી દેવામાં આવે છે. તેમને ત્યાં કોલેજ જવાનો પણ અધિકાર નથી. તેઓ ફક્ત કામ ચલાઉ અભ્યાસ કરી શકે છે. વિશ્વમાં આપણે જાણતા નથી તેવી અવનવી પ્રથાઓ ચાલતી હોય છે.